બંધક બનાવાયેલા ઈઝરાયેલી નાગરિકોને અમે ઈરાનને સોંપવા તૈયાર, રશિયામાં હમાસની જાહેરાત

Updated: Oct 27th, 2023


Google NewsGoogle News
બંધક બનાવાયેલા ઈઝરાયેલી નાગરિકોને અમે ઈરાનને સોંપવા તૈયાર, રશિયામાં હમાસની જાહેરાત 1 - image

image : twitter

મોસ્કો,તા.27 ઓક્ટોબર 2023,શુક્રવાર

હમાસ અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા જંગમાં અત્યાર સુધીમાં 6500 કરતા વધારે લોકોના મોત થઈ ચુકયા છે. 

હમાસ પાસે ઈઝરાયેલના ઘણા નાગરિકો બંધક છે અને હમાસે હવે તેમને છોડવાની તૈયારી બતાવી છે પણ એક શરતે. હમાસુ એક પ્રતિનિધિ મંડળ ઈરાનના મંત્રીની સાથે રશિયા પહોંચ્યુ છે અને ત્યાં હમાસે એલાન કર્યુ છે કે, અમે આ બંધકોને ઈઝરાયેલને નહીં બલ્કે ઈરાનને સોંપીશું. 

અમેરિકા આ જંગમાં ઈઝરાયેલની પડખે ઉભુ છે ત્યારે રશિયાએ હમાસના પ્રતિનિધિ મંડળને આવકાર્યુ છે અને તેના કારણે દુનિયામાં હલચલ મચી ગઈ છે. આડકતરી રીતે રશિયા હમાસને સમર્થન કરી રહ્યુ હોવાની ચર્ચા પણ શરુ થઈ છે. 

મોસ્કોમાં હમાસના પ્રતિનિધિ મંડળની રશિયન રાષ્ટ્રપતિ પુતિનના ખાસ પ્રતિનિધિ સાથે બેઠક યોજાઈ હતી અને તેમાં ગાઝા પટ્ટી પર ઈઝરાયેલ દ્વારા થઈ રહેલા હુમલાને રોકવા માટેના મુદ્દા પર ચર્ચા થઈ હતી. ઈરાનના વિદેશ મંત્રીએ કહ્યુ હતુ કે, હમાસ યુધ્ધ દરમિયાન બંધક બનાવાયેલા સૈનિકો તેમજ આમ લોકોને મુકત કરવા માટે હમાસ તૈયાર છે. હમાસ આ બંધકોને ઈરાનને સોંપી દેશે. 

હમાસના પ્રતિનિધિ મંડળે રશિયા સમક્ષ માંગ કરી હતી કે, ઈઝરાયેલ દ્વારા સાત ઓક્ટોબરથી ગાઝા પટ્ટી પર થઈ રહેલા હુમલાઓને રોકવા માટે કાર્યવાહી કરવામાં આવે. ઈઝરાયેલ અમારા નાગરિકોને મારીને યુધ્ધ અપરાધ કરી રહ્યુ છે. 


Google NewsGoogle News