ઈઝરાયલની સૌથી મોટી કાર્યવાહી, ગાઝાના અડધા વિસ્તાર પર કર્યો કબજો, હમાસના આતંકી અબૂ જિનાને ઠાર માર્યો

ઈઝરાયલે ખતરનાક આતંવાદી મોહસિન અબૂ જિનાને ઠાર માર્યો

યુદ્ધ હવે નિર્માયક મોડ પર પહોંચી ચૂક્યું છે : ઈઝરાયલનો દાવો

Updated: Nov 8th, 2023


Google NewsGoogle News
ઈઝરાયલની સૌથી મોટી કાર્યવાહી, ગાઝાના અડધા વિસ્તાર પર કર્યો કબજો, હમાસના આતંકી અબૂ જિનાને ઠાર માર્યો 1 - image

Israel Hamas War : ઈઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લા એક મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે. ઈઝરાયલનો દાવો છે કે, યુદ્ધ હવે નિર્માયક મોડ પર પહોંચી ચૂક્યું છે. આ દરમિયાન ઈઝરાયલની સેનાએ ગાઝા પટ્ટીની નજીક અડધા વિસ્તાર પર કબજો જમાવી લીધો છે. જમીની અભિયાનમાં હમાસના ગણ્યાગાંઠ્યા અડ્ડાઓને નષ્ટ કરવામાં આવી રહ્યા છે. હમાસના 20થી વધુ કમાન્ડર અને 1000થી વધુ આતંકવાદી માર્યા ગયા છે. આ તબક્કામાં ઈઝરાયલની સેનાએ આજે હમાસના રોકેટ મેન કહેવાતા ખતરનાક આતંવાદી મોહસિન અબૂ જિનાને ઠાર માર્યો છે. અબૂ જિના હમાસની રોકેટ ફેક્ટરીનો હેડ હતો, જ્યાં એકથી વધુ અત્યાધુનિક હથિયાર અને રોકેટ બનાવવામાં આવતા હતા.

ઈઝરાયલમાં 7 ઓક્ટોબરે હમાસના આતંકવાદી હુમલામાં અબૂ જિનાની મહત્વની ભૂમિકા હતી. તેના બનાવેલા રોકેટથી હમાસે ઇઝરાયલનું સૌથી વધુ નુકસાન કર્યું હતું. આ પહેલા મંગળવારે ઈઝરાયલ ડિફેન્સ ફોર્સે હમાસની દીર અલ-બલાહ બટાલિયનના કમાન્ડર વાએલ અસેફાને ઠાર માર્યો હતો. તેમણે સેન્ટ્રલ કેમ્પ બ્રિગેડના કમાન્ડરોની સાથે ઈઝરાયલમાં થયેલા નરસંહાર દરમિયાન હમાસના આતંકવાદીઓને મોકલવામાં મદદ કરી હતી. ત્યારબાદ પણ કેટલાક આતંકવાદીઓ ઘટનામાં સામેલ હતા. એ વર્ષ 1992-1998 વચ્ચે ઈઝરાયલ વિરોધી ગતિવિધિઓમાં સામેલ હોવાના કારણે જેલની સજા મળી હતી. તેની સાથે જ IDFએ કેટલાક મહત્વના કમાન્ડરોને ગાઝાની સુરંગોમાં ઘેરી રાખ્યા છે.

ગાઝા પટ્ટીમાં આવી રીતે ઘુસી ઈઝરાયલની ફોજ

ઈઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂએ દાવો કર્યો છે કે, IDFએ ઉત્તરી ગાઝાને પોતાના કબજામાં લઈ લીધું છે. જોકે, બીજી તરફથી એ પણ સૂચના છે કે, હમાસના આતંકવાદીઓએ હજુ સુધી ઉત્તર પૂર્વી સરહદોની નજીકના વિસ્તારને નથી છોડ્યો. ગાઝા પટ્ટાની વચ્ચેથી બે ભાગ કરીએ તો ઉત્તર વિસ્તારમાં ઈઝારયલ અને ગાઝા વચ્ચે ત્રણ ગેટ છે. એક ગેટ ઉત્તર-પૂર્વ વિસ્તારમાં છે અને બે પૂર્વ સરહદ પર છે. ઈઝરાયલે ત્રણેય ગેટ બંધ કરી દીધા હતા. ત્યારબાદ ત્રણેય તરફથી ગાઝા પટ્ટીમાં ઈઝરાયલની ફોજ ઘુસી હતી. તેમાંથી એક વિસ્તાર ગાઝાનો ઉત્તર પૂર્વનો હતો. બીજો ઉત્તર પશ્ચિમ તરફથી બિલકુલ દરિયા કિનારેથી હતો. ત્રીજી એન્ટ્રી વાદી ગાઝાની નજીક બિલકુલ વચ્ચે પૂર્વ સરહદની નજીકથી કરી હતી.

ઈઝરાયલની સૌથી મોટી કાર્યવાહી, ગાઝાના અડધા વિસ્તાર પર કર્યો કબજો, હમાસના આતંકી અબૂ જિનાને ઠાર માર્યો 2 - image


Google NewsGoogle News