Get The App

Israel-Hamas War: હમાસે વધુ 17 બંધકોને કર્યા મુક્ત, 14 ઈઝરાયલી અને 3 વિદેશી નાગરિક સામેલ

Updated: Nov 27th, 2023


Google NewsGoogle News
Israel-Hamas War: હમાસે વધુ 17 બંધકોને કર્યા મુક્ત, 14 ઈઝરાયલી અને 3 વિદેશી નાગરિક સામેલ 1 - image


Image Source: Twitter

હમાસ, તા. 27 નવેમ્બર 2023 સોમવાર

ઈઝરાયલી રક્ષા દળોએ રવિવારે કહ્યુ કે હમાસે 14 ઈઝરાયલી બંધકો અને ત્રણ વિદેશી નાગરિક બંધકોની ત્રીજી બેચને મુક્ત કરી દીધી અને રેડ ક્રોસની આંતરરાષ્ટ્રીય સમિતિને સોંપી દીધા. ઈઝરાયલી જેલોમાંથી પેલેસ્ટાઈન કેદીઓ અને હમાસના આતંકીઓ દ્વારા બંધક બનાવવામાં આવેલી બીજી બેચની મુક્તિ બાદ રવિવારે ઈઝરાયલ અને હમાસની વચ્ચે યુદ્ધવિરામ પાટા પર પાછુ ફરતુ નજર આવ્યુ.

ગાઝા શાસક હમાસ દ્વારા રવિવારે 9 બાળકો, 4 મહિલાઓ અને એક રશિયન-ઈઝરાયલી બંધકને મુક્ત કરી દેવાયા. તેમના સંબંધીઓ, ઈઝરાયલી મીડિયા અને બંધક ફેમિલી ફોરમ દ્વારા એએફપીને આપવામાં આવેલા એકાઉન્ટમાં આ જાણકારી આપવામાં આવી છે. મુક્તિ બાદ લગભગ 240થી મુક્ત બંધકોની કુલ સંખ્યા 63 થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે 7 ઓક્ટોબરે ઈઝરાયલ પર અચાનક હમાલના હુમલા બાદ સેંકડો લોકોને બંધક બનાવીને ગાઝા લઈ જવાયા હતા. 

શુક્રવારે 13 ઈઝરાયલી બંધકોને અને શનિવારે પણ આટલી જ સંખ્યામાં બંધકોને મુક્ત કરવામાં આવ્યા. જેના બદલામાં ઈઝરાયલે શુક્રવારે 39 પેલેસ્ટાઈન કેદીઓને મુક્ત કરી દીધા. હમાસે કહ્યુ કે રવિવારે મુક્ત કરવામાં આવેલા રશિયન-ઈઝરાયલ યુદ્ધ વિરામ કરારનો ભાગ નહોતા. તેમણે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના પ્રયાસોના જવાબમાં તેમને મુક્ત કરી દીધા. પેલેસ્ટાઈન હમાસ જૂથે પણ રવિવારે 3 થાઈલેન્ડ નાગરિકોને મુક્ત કર્યા. આ કરારની બહાર હમાસ દ્વારા 14 થાઈલેન્ડ અને એક ફિલિપિનોને પહેલા જ મુક્ત કરી દીધા હતા


Google NewsGoogle News