યુદ્ધવિરામનો ચોથો દિવસ : 33 પેલેસ્ટિનિયન નાગરિકોના બદલામાં હમાસે 11 ઇઝરાયેલી બંધકો મુક્ત કર્યા
52 દિવસ પછી 11 ઈઝરાયેલના નાગરિકો તેમના પરિવારને મળશે
Israeli hostages : ઇઝરાયેલ-હમાસ વચ્ચે યુદ્ધવિરામનો આજે ચોથો દિવસ છે. ચોથા દિવસે 11 ઇઝરાયેલી બંધકોને મુક્ત કરવામાં આવ્યા હતા. ઇઝરાયેલ સંરક્ષણ દળોએ રેડ ક્રોસને બંધકોને મુક્ત કરવાની પુષ્ટિ કરી. બંધકોની મુક્તિ માટે ઈઝરાયેલ અને હમાસ વચ્ચે કરાર હેઠળ ઇઝરાયેલના બંધકોને મુક્ત કરવાના બદલામાં ઇઝરાયેલ જેલમાં બંધ પેલેસ્ટાઇનીઓને મુક્ત કરશે.
ચોથા દિવસે ઈઝરાયેલે 33 પેલેસ્ટાઈનીઓને મુક્ત કરાયા
કતારના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું કે, યુદ્ધવિરામના ચોથા દિવસે ઈઝરાયેલે 33 પેલેસ્ટાઈનીઓને મુક્ત કરાયા, જેના બદલામાં હમાસે 11 ઈઝરાયેલી બંધકોને મુક્ત કર્યા. 52 દિવસ પછી 11 ઈઝરાયેલના નાગરિકો તેમના પરિવારને મળશે.
યુદ્ધવિરામ માટે બે દિવસની વધી સમય મર્યાદા
કતારના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જણાવ્યું હતું કે, ગાઝા પટ્ટી પર માનવીય યુદ્ધવિરામને વધારવા માટે કરાર કર્યો છે. હવે આ બે દિવસ માટે વધારવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે, કતાર જાહેરાત કરે છે કે ચાલી રહેલી મધ્યસ્થા હેઠળ ગાઝા પટ્ટીમાં માનવીય યુદ્ધ વિરામને વધુ બે દિવસ માટે વધારવા પર એક કરાર થયો છે.
કેટલા લોકોના જીવ ગયા?
ગાઝા પટ્ટી પર શાસન કરી રહેલા હમાસે 7 ઓક્ટોબર સવારે ઈઝરાયલ પર રોકેટ હુમલા કરી ઘુષણખોરી શરૂ કરી હતી. જેના પર નેતન્યાહૂએ કહ્યું હતું કે, અમે યુદ્ધમાં છીએ અને જીતીશું. અલઝઝીરાના રિપોર્ટ અનુસાર, આ યુદ્ધમાં ઈઝરાયલના 1 હજાર 200 લોકોના જીવ ગયા. ત્યારે, પેલેસ્ટાઈનના 14 હજાર 854 લોકોના જીવ ગયા છે.