Get The App

ઈઝરાયલ સાથે યુદ્ધ વિરામના થોડા જ દિવસોમાં હમાસે ગાઝાપટ્ટીમાં ફરી કબજો મેળવી લીધો?

Updated: Jan 26th, 2025


Google NewsGoogle News
ઈઝરાયલ સાથે યુદ્ધ વિરામના થોડા જ દિવસોમાં હમાસે ગાઝાપટ્ટીમાં ફરી કબજો મેળવી લીધો? 1 - image


 Israel vs Hamas Updates | યુદ્ધ વિરામ પછી માત્ર ગણતરીના જ દિવસોમાં ગાઝાપટ્ટી સ્થિત હમાસ બળવત્તર બની ગયા છે અને લગભગ સમગ્ર ગાઝાપટ્ટી ઉપર ફરી કાબુ જમાવી રહ્યા છે. ગાઝા સ્થિત હમાસે 7 ઓક્ટો. 2023ના દિને દક્ષિણ ઈઝરાયલ પર હુમલો કર્યો પછી આ યુદ્ધ ભડકી ઉઠયું હતું. નેતન્યાહુએ આ ત્રાસવાદી જુથને ''સાફ'' કરી નાખવા શપથ લીધા છે. તેમણે હમાસના અનેક ગુપ્તસ્થળો અને તેના કેટલાયે નેતાઓનો સફાયો પણ કરી દીધો છે. તેમ છતાં તે જુથ નાશ પામ્યું નથી, ઉલટાનું ફરી પ્રબળ બની રહ્યું છે.

આની સાબિતી તે ઉપરથી મળે છે કે જ્યારે હમાસે 3 અરહનોને રેડક્રોસને સોંપ્યા ત્યારે કેટલાક હમાસ આંતકીઓ તો વાનની ઉપર ચઢી ગયા હતા. હમાસ તેમ જણાવે છે કે તેઓ બળવત્તર બની રહ્યા છે અને ગાઝાપટ્ટીમાં મુખ્ય પ્રબળ બની રહ્યા છે.

આ અંગે તેલ અવીવ યુનિવર્સિટીના મોશે દાયાન સેન્ટરના પ્રોફેસર માઈકલ મિલ્શેસ્ટઈને એક સ્થાનિક રેડીયોને આપેલી મુલાકાતમાં કહ્યું હતું કે ''તેઓની પરિસ્થિતિ કૈં ખરાબ નથી. આપણે જે સંગઠનને ભૂક્કા થયેલું પરાજિત અને માંડ અસ્તિત્વ ધરાવતું જોવા ઈચ્છીએ છીએ તો બળવત્તર બની રહ્યું છે. આ આપણા માટે સારા સમાચાર નથી.''

તે સર્વવિદિત છે કે ગાઝાપટ્ટીમાં વ્યાપક વિનાશ થઈ ગયો છે. ત્યાં 46000થી વધુના મોત થયા છે તેની 90 ટકા વસ્તી વિસ્થાપિત થઈ ગઈ છે. તે સંજોગોમાં હમાસ આ યુદ્ધ વિરામને એક સિદ્ધિ માને છે તે અંગે ગર્વ અનુભવે છે.

''આ યુદ્ધ થયું ત્યારથી હજી સુધીમાં હમાસે હજ્જારો યુવાનોની ભરતી કરી છે, નવા શસ્ત્રો પણ પ્રાપ્ત કર્યા છે.'' લંડન સ્થિત એરક્લીક ન્યુઝપેપર અશરફ-અલ્-ઔસાતનો આ અહેવાલ અમેરિકાના પુર્વ વિદેશમંત્રી એન્ટની બ્લિન્કેને પણ સ્વીકાર્યો છે.

બ્લિન્કેને ૧૪મી જાન્યુઆરીએ કરેલા તેમના રાષ્ટ્રજોગ- છેલ્લા સંબોધનમાં લંડન સ્થિત તે વર્તમાનપત્રના રીપોર્ટનો ઉલ્લેખ પણ કર્યો હતો.

હમાસની અલ્-કાસમ-બ્રિગેડના પ્રવક્તા અબુ ઓબૈદે જુલાઈ 2024માં જ જણાવ્યું હતું કે ''અમે હજ્જારો નવા રીક્રુટસની ભરતી કરી રહ્યા છીએ અને નવા શસ્ત્રો પ્રાપ્ત કરી રહ્યા છીએ. તથા નવા વિસ્ફોટકો પણ બનાવી રહ્યા છીએ.''

ઈઝરાયલની સેનાએ જણાવ્યું હતું કે આવા હુમલાખોરો પૈકી 10000 ને અમે મોતને ઘાટ ઉતર્યા છે. જે હવાઈ હુમલાની કાર્યવાહી હતી. જ્યારે 1200 થી વધુને ભૂમિસેનાએ માર્યા છે.


Google NewsGoogle News