ઈરાનના હુમલાની આશંકા વચ્ચે ઈઝરાયલ માટે નવું ટેન્શન, કટ્ટર દુશ્મન બન્યો હમાસનો નવો પ્રમુખ
Israel va Hamas war Updates| ઈઝરાયલ અને ગાઝાનું સંચાલન કરતાં હમાસ સંગઠન વચ્ચેના યુદ્ધમાં હમાસના નેતા ઈસ્માઈલ હાનિયાની 31 જુલાઇએ હત્યા કરાયા બાદ હવે વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે. યાહ્યા સિનવારને હમાસના નવા પ્રમુખ બનાવી દેવાયા છે. એક રિપોર્ટમાં આ દાવો કરાયો હતો.
હમાસે કરી મોટી જાહેરાત
હમાસે કહ્યું છે કે ઈસ્લામિક પ્રતિકાર આંદોલન હમાસે તેના કમાન્ડર યાહ્યા સિનવારને આંદોલનના રાજકીય બ્યુરોના પ્રમુખ તરીકે ચૂંટવાની જાહેરાત કરી છે. યાહ્યા શહીદ કમાન્ડર ઈસ્માઈલ હાનિયાનું સ્થાન લેશે.
ઈઝરાયલના કટ્ટર શત્રુ બન્યાં હમાસના નવા લીડર
એજન્સીના જણાવ્યાનુસાર સિનવાર ઈઝરાયલની સાથે યુદ્ધ શરૂ થયા બાદથી ગાઝામાં જ છે. તેણે પોતાનું અધડું જીવન ઈઝરાયલની જેલોમાં વીતાવ્યું છે. હાનિયા બાદ એ સૌથી શક્તિશાળી હમાસ નેતા છે. તેનો જન્મ ગાઝાના ખાન યુનિસમાં એક શરણાર્થી કેમ્પમાં થયો હતો અને 2017માં તેને ગાઝામાં હમાસના લીડર બનાવાયા હતા. તે ઈઝરાયલના એક કટ્ટર શત્રુ તરીકે પણ ઓળખાય છે.