હમાસે ફરી ઈઝરાયલ પર મિસાઈલ હુમલો કર્યો, તેલ અવીવ શહેરને નિશાન બનાવ્યું

Updated: May 26th, 2024


Google NewsGoogle News
હમાસે ફરી ઈઝરાયલ પર મિસાઈલ હુમલો કર્યો, તેલ અવીવ શહેરને નિશાન બનાવ્યું 1 - image


Israel Hamas War: ઈઝરાયલ પર હમાસે ફરી એકવાર હુમલો કર્યો છે. હમાસની લશ્કરી પાંખ ઇઝ અલ-દિન અલ-કાસમ બ્રિગેડે જણાવ્યું કે, 'રવિવારે (26મી મે) તેલ અવીવ પર એક મોટો મિસાઈલ હુમલો કર્યો.' આ દરમિયાન ઈઝરાયલની સેનાએ શહેરમાં સાયરન વગાડીને સંભવિત મિસાઈલ હુમલાની ચેતવણી આપી હતી. જેથી લોકોને હુમલાથી બચવા માટે એલર્ટ કરી શકાય.

તેલ અવીવમાં સાયરન વાગ્યા

અહેવાલો અનુસાર, રવિવારે (26મી મે) હમાસની લશ્કરી પાંખ ઇઝ અલ-દિન અલ-કાસમ બ્રિગેડે ટેલિગ્રામ ચેનલ પર દાવો કર્યો હતો કે ઝાયોનિ નરસંહારના જવાબમાં મિસાઈલ છોડવામાં આવી હતી. ગાઝા પટ્ટીમાંથી મિસાઈલ છોડવામાં આવી હતી. નોંધનીય છે કે, છેલ્લા ચાર મહિનાથી તેલ અવીવમાં સાયરન સંભળાતા ન હતા. જો કે, ઈઝરાયલની સેનાએ સાયરન વાગવાનું કારણ સ્પષ્ટ કર્યું નથી.

ઈઝરાયલને ઈરાન સમર્થિત સંગઠનની ધમકીથી ખળભળાટ

ઉલ્લેખનીય છે કે, ઈઝરાયલની સેનાએ ગાઝા (Gaza) શહેરને નરક બનાવી દીધા બાદ હવે ઉત્તર ગાઝા શહેરના રાફામાં મોટો હુમલા કરવાની તૈયારી કરી દીધી છે, ત્યારે ઈરાનના સમર્થક આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહે ઈઝરાયલને ચેતવણી આપી છે. તેણે ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ (PM Benjamin Netanyahu) બિગ સરપ્રાઈઝ માટે તૈયાર રહેવા ધમકી આપી છે. હિઝબુલ્લાહે ચેતવણી આપ્યા બાદ ઈઝરાયલથી લઈને અમેરિકા સુધી ખળભળાટ મચી ગયો છે.

આ પણ વાંચો: ગુજરાતમાં પાંચ વર્ષમાં આગની વિવિધ ઘટનામાં 3176 લોકોના મોત, જુઓ NCRBના ચોંકાવનારા આંકડા


Google NewsGoogle News