Israel-Hamas war : ગાઝામાં મૃત્યુઆંક 20 હજારની નજીક, હમાસનો ટોચનો ફાઈનાન્સર સુભી ફરવાના ઠાર

યુદ્ધમાં અત્યાર સુધીમાં 20 હજારથી વધુના મોત જ્યારે 50 હજારથી વધુ લોકો ઘાયલ થયા

ગાઝામાં યુદ્ધ દરમિયાન 60 ટકા જેટલુ ઈન્ફ્રાસ્ટ્રક્ચર નાશ પામ્યું

Updated: Dec 20th, 2023


Google NewsGoogle News
Israel-Hamas war : ગાઝામાં મૃત્યુઆંક 20 હજારની નજીક, હમાસનો ટોચનો ફાઈનાન્સર સુભી ફરવાના ઠાર 1 - image


Israel hamas war : ઈઝરાયેલ-હમાસ વચ્ચે છેલ્લા 72 દિવસથી ચાલી રહેલા યુદ્ધમાં અત્યાર સુધીમાં 20 હજારથી વધુ લોકોના મોત થયા છે જ્યારે 50 હજારથી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ભીષણ યુદ્ધમાં અનેક પરિવારો ઘર છોડવા મજબૂર બન્યા છે ત્યારે ઈઝરાયેલ દાવો કર્યો છે કે તેમણે હમાસને ફંડ પહોંચાડનાર સુભી ફરવાનાને ઠાર કર્યો છે. 

યુદ્ધવિરામની માંગ વચ્ચે ઈઝરાયેલના હુમલા ચાલુ

ઈઝરાયેલ-હમાસ વચ્ચે ગાઝા પટ્ટીમાં ચાલી રહેલા યુદ્ધવિરામની માંગ વધી રહી છે અને આ માંગને લઈને ફ્રાન્સ અને જોર્ડનમાં દેખાવો કરવામાં આવ્યા હતા, જો કે હમાસ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યુ છે કે જ્યા સુધી યુદ્ધવિરામ નહીં થાય ત્યા સુધી અમે બંધકોની છોડશું નહીં. બીજી તરફ ઈઝરાયેલ પીછેહટ માટે તૈયાર નથી. ઉલ્લેખનીય છે કે ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ પહેલા જ એલાન કર્યું હતું કે જ્યાં સુધી હમાસનો સફાયો નહીં થાય ત્યા સુધી તેમની સેના પાછી નહીં આવે. ઈઝરાયેલ હમાસ પર સતત હુમલા કરી રહ્યું છે અને ઉત્તરી ગાઝામાં હોસ્પિટલ પર ભયાનક હુમલો કર્યો હતો.

IDFએ સુભી ફરવાનાને ઠાર કર્યો

આ વચ્ચે ઈઝરાયે ડિફેન્સ ફોર્સ (IDF)એ હમાસના પ્રમુખ ફાઇનાન્સર સુભી ફરવાનાને ઠાર કરી દીધો હવાનો દાવો કર્યો છે જેના પર  હમાસના આતંકવાદીઓને ફંડ પહોંચાડવાનો આરોપ હતો. ઈઝારાયેલી સેનાએ આ અંગેની જાણકારી આપતા કહ્યું હતું કે હમાસનો કથિત ફાઈનાન્સર સુભી ફરવાનાને રફાહ પાસે દક્ષિણી ગાઝામાં હવાઈ હુમલામાં ઠાર કરવામાં આવ્યો હતો. ફરવાના પાસે હમાસ માટે ફંટ એક્ત્ર કરવાની જવાબદારી હતી. સંયુક્ત રાષ્ટ્રની એજન્સીએ એક અહેવાલમાં જણાવ્યું છે કે ગાઝામાં યુદ્ધ દરમિયાન 60 ટકા જેટલુ ઈન્ફ્રાસ્ટ્રક્ચર નાશ પામ્યું છે.

Israel-Hamas war : ગાઝામાં મૃત્યુઆંક 20 હજારની નજીક, હમાસનો ટોચનો ફાઈનાન્સર સુભી ફરવાના ઠાર 2 - image


Google NewsGoogle News