હમાસને કેટલા દેશે જાહેર કર્યું છે આતંકી સંગઠન, ભારતની યાદીમાં સામે કરવા આ પ્રક્રિયા

કોઈ સંગઠનને આતંકી સંગઠન જાહેર કરવાનું થાય તો તેના બે પ્રકાર છે

એક તો તેને ડોમેસ્ટિક લેવલ પર પોલીસી બનાવીને અને દરેક ફેક્ટસ ચેક કરીને ભારત સરકાર કોઈ સંગઠનને આતંકી સંગઠન જાહેર કરી શકે છે

Updated: Oct 28th, 2023


Google NewsGoogle News
હમાસને કેટલા દેશે જાહેર કર્યું છે આતંકી સંગઠન, ભારતની યાદીમાં સામે કરવા આ પ્રક્રિયા 1 - image


Hamas as a Terrorist Organization: ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ પર પૂરી દુનિયા સાથે બહારની પણ નજર છે. 7 ઓકટોબરે હમાસ દ્વારા ઇઝરાયેલ પર કરવામાં આવેલા હુમલાનો વિરોધ ભારતે પણ કર્યો હતો. પણ આ હુમલા બાદ ભારતે તેને આતંકી સંગઠન જાહેર કયો ન હતો. એવામાં એક પ્રશ્ન થાય કે આખરે ભારત સરકાર દ્વારા કોઈ સંગઠનને આતંકી સંગઠન જાહેર કરવું કેટલું મુશ્કેલ છે?

કેટલા દેશ હમાસને આતંકી સંગઠન માને છે?

ગાઝા પટ્ટી પર પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરનાર હમાસ 1987માં અસ્તિત્વમાં આવ્યું હતું. ઈઝરાયલ પર આક્રમણ કરનાર આ સંગઠન આજે ઘણા દેશો માટે આતંકવાદી સંગઠન બની ગયું છે. ઈઝરાયેલ, અમેરિકા, યુરોપિયન યુનિયન તેમજ કેનેડા, બ્રિટન અને ઓસ્ટ્રેલિયાએ પણ હમાસને આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે. જો કે, ભારત હજુ સુધી આ આતંકવાદી સંગઠનને સત્તાવાર રીતે માન્યતા આપતું નથી અને ઈઝરાયેલ પણ તેની જ માંગ કરી રહ્યું છે.

શું કહે છે ઈઝરાયેલ?

ભારતમાં ઇઝરાયલના રાજદૂત નાઓર ગિલોને પત્રકારો સાથે વાત કરતા કહ્યું હતું કે પીએમ મોદી એવા પહેલા વૈશ્વિક નેતાઓમાંથી એક હતા જેમણે આતંકવાદી હુમલાની સખત નિંદા કરી હતી. ભારત ઈઝરાયેલનો મિત્ર દેશ છે અને જ્યારે આતંકવાદની વાત આવે છે ત્યારે ભારત પોતાને પીડિત માને છે. આવી સ્થિતિમાં તે તેની ગંભીરતા સમજે છે. તેથી હવે સમય આવી ગયો છે કે ભારત હમાસને આતંકવાદી સંગઠન જાહેર કરે. 

કોઈ સંગઠને ભારત કેવી રીતે આતંકી સંગઠન જાહેર કરે છે?

જો કોઈ સંગઠનને આતંકી સંગઠન જાહેર કરવાનું છે તો તેના બે રસ્તા છે. પહેલું એ કે એક ડોમેસ્ટિક પોલીસી બનાવીને દરેક પ્રકારના ફેક્ટસ અને કારણો જણાવીને ભારત સરકાર કોઈ સંગઠનને આતંકી સંગઠન જાહેર કરે છે. જેમ ભારતે હાલમાં જ TRFને આતંકી સંગઠન જાહેર કર્યું હતું. તેના માટે સરકારે UPAની મદદ લીધી હતી. ગૃહ મંત્રાલયે આ સંગઠનને આતંકવાદી સંગઠન જાહેર કરતું એક જાહેરનામું બહાર પાડ્યું હતું અને કહ્યું હતું કે આ સંગઠન લાંબા સમયથી ભારતમાં આતંકવાદી ગતિવિધિઓ માટે જવાબદાર છે. જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ સંગઠનને આતંકવાદી સંગઠન જાહેર કરવું હોય તો ભારત સરકારે આ માટે સંયુક્ત રાષ્ટ્રની મદદ લેવી પડે છે.


Google NewsGoogle News