VIDEO : ઈઝરાયેલનો ધ્વજ સળગાવવો પેલેસ્ટાઈનીને ભારે પડ્યો, જુઓ આવી થઈ હાલત

ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે પેલેસ્ટાઈનીઓએ ઈઝરાયેલના વિરોધમાં રસ્તા પર ઉતરી આવ્યા

વિરોધ દરમિયાન સળગાવેલો ઈઝરાયેલનો ધ્વજ વિરોધ કરી રહેલા યુવક પર પડ્યો

Updated: Oct 13th, 2023


Google NewsGoogle News
VIDEO : ઈઝરાયેલનો ધ્વજ સળગાવવો પેલેસ્ટાઈનીને ભારે પડ્યો, જુઓ આવી થઈ હાલત 1 - image

જેરુસલેમ, તા.13 ઓક્ટોબર-2023, શુક્રવાર

ઈઝરાયેલ-હમાસ (Israel-Hamas War) યુદ્ધનો આજે સાતમો દિવસ છે. હમાસ જેવા નાનકડા દેશે ઈઝરાયેલમાં ભારે ખુંવારી સર્જી વિશ્વભરને ચોંકાવી દીધા છે, તો ઈઝરાયેલે પણ હમાસ આતંકવાદીઓનો ખાતમો બોલાવવાનું ઓપરેશન ચલાવી રહ્યો છે. ઈઝરાયેલી હુમલામાં ગાઝા (Gaza)માં અત્યાર સુધીમાં 1537 લોકોના મોત થયા છે. ઈઝરાયેલે હમાસના 3600થી વધુ ઠેકાણાઓનો ખાતમો બોલાવ્યો છે, તો બીજીતરફ આ યુદ્ધને લઈ ઘણા દેશોમાં વિરોધ જોવા મળી રહ્યો છે. કેટલાક દેશોમાં ઈઝરાયેલીઓ વિરોધ કરી રહ્યા છે, તો કેટલાક દેશોમાં પેલેસ્ટાઈનીઓ ઈઝરાયેલનો વિરોધ કરતા હોવાનો વીડિયો વાયરલ થતો જોવા મળી રહ્યા છે. તાજેતરમાં એક એવી ઘટના સામે આવી છે, જેમાં પેલેસ્ટીયનને ઈઝરાયેલનો ધ્વજ સળગાવવો ભારે પડ્યો છે.

પેલેસ્ટાઈનમાં ઈઝરાયેલનો વિરોધ

હાલ પેલેસ્ટાઈલનાં લોકો ઈઝરાયેલનો વિરોધ કરવા રસ્તા પર ઉતરી આવ્યા છે. ઠેર-ઠેર વિરોધ કરી રહ્યા છે. વિરોધ વચ્ચે ઈઝરાયેલનો ધ્વજ પણ સળગાવી રહ્યા છે, ત્યારે એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં પેલેસ્ટીયનને ઈઝરાયેલનો ધ્વજ સળગાવવો ભારે પડ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે. 

વિરોધ કરી રહેલા યુવક પર જ પડ્યો સળગાવેલો ધ્વજ

સોશિયલ મીડિયા પરના વાયરલ વીડિયો મુજબ પેલેસ્ટાઈનમાં નાગરિકો દ્વારા ઈઝરાયેલનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન કેટલાકના હાથમાં ઈઝરાયેલી ધ્વજ છે, તો કેટલાકના હાથમાં ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેતાન્યાહુની તસવીર જોવા મળી રહી છે. આ દરમિયાન એક યુવક ઈઝરાયેલના ધ્વજને પકડી રાખે છે અને બીજો યુવક ધ્વજને સળગાવી રહ્યો છે, ત્યારે સળગી રહેલો ધ્વજ અચાનક તે યુવક પર પડે છે અને યુવક ભાગવા લાગે છે.

ગાઝામાં 1537નાં મોત, 6000થી વધુ ઘાયલ

દરમિયાન ઈઝરાયલી સેનાએ હવાઈ હુમલામાં અત્યાર સુધીમાં ગાઝાના 1537 લોકોને મોતને ઘાટ ઉતારી દીધાના અહેવાલ મળી રહ્યા છે. જ્યારે ઈઝરાયલમાં 1300થી વધુ લોકોના મોતના અહેવાલ છે, જેમાં 222 જેટલાં ઈઝરાયલી સૈનિકો સામેલ છે. ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયે તેની માહિતીમાં જણાવ્યું કે, ઈઝરાયલી હવાઈ હુમલામાં 500 બાળકો અને 276 મહિલાઓ સહિત 1537 પેલેસ્ટિનીઓ માર્યા ગયા હતા અને 6612 ઘવાયા હતા. માર્યા ગયેલા લોકોમાં હમાસના (Hamas) નાણાકીય બાબતોના પ્રમુખ અબુ શામલા, એક અન્ય વરિષ્ઠ નેતા અને ત્રણ પત્રકારો પણ સામેલ હતા.


Google NewsGoogle News