ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે સાઉદી અરબમાં હલચલ, UAEએ પણ કર્યું મોટું એલાન

ઈજિપ્તે પેલેસ્ટાઈનને સહાય મોકલવાની જાહેરાત કરી

Updated: Oct 11th, 2023


Google NewsGoogle News
ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે સાઉદી અરબમાં હલચલ, UAEએ પણ કર્યું મોટું એલાન 1 - image


Israel Hamas war: ઈઝરાયેલ-હમાસના આ યુદ્ધનો આજે પાંચમો દિવસ છે. હમાસ તરફથી અચાનક થયેલા હુમલાના જવાબમાં ઈઝરાયલ તરફથી પણ સતત એરસ્ટ્રાઈક અને હુમલા કરવામાં આવી રહ્યા છે. આ યુદ્ધ પર વિશ્વભરના દેશોને પોતપોતાની પ્રતિક્રિયા આપી છે.

ઈજિપ્તે પેલેસ્ટાઈનને સહાય મોકલવાની જાહેરાત કરી

અમેરિકાએ ઈઝરાયેલને એક દારૂગોળા ભરેલું પ્લેન મોકલવ્યું છે. મોટા ભાના પશ્ચિમી દેશો ઈઝરાયેલના સમર્થનમાં આવ્યા છે.  એવામાં ઇસ્લામિક દેશો હમાસનું સમર્થન કરી રહ્યા છે. જ્યાં સાઉદી અરેબિયા આંતરરાષ્ટ્રીય સ્તરે આ મુદ્દે સતત ચર્ચા કરી રહ્યું છે, તો બીજી તરફ ઈજિપ્તે પેલેસ્ટાઈનને સહાય મોકલવાની જાહેરાત કરી છે.

UAEએ પેલેસ્ટાઈનને આપી 2 કરોડ રૂપિયાની સહાય 

UAE ના પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાને પેલેસ્ટિનિયન નાગરિકો માટે બે કરોડ ડોલરની સહાયની જાહેરાત કરી છે. રિપોર્ટ અનુસાર, આ સહાયની રકમ નજીકના ભવિષ્યમાં સંયુક્ત રાષ્ટ્રની રાહત અને કાર્ય એજન્સી દ્વારા પેલેસ્ટાઈનને આપવામાં આવશે. આ સહાય રકમનો હેતુ પેલેસ્ટાઈનના જરૂરિયાતમંદ લોકોને તાત્કાલિક રાહત અને સહાય પૂરી પાડવાનો છે. જોકે, UAEએ ઇઝરાયેલ પર હમાસના હુમલાની સખત નિંદા કરી છે.

57 મુસ્લિમ દેશોના સંગઠનની બેઠક  બોલાવવાની માંગ કરી

સાઉદી અરેબિયા ઇસ્લામિક દેશોનું નેતૃત્વ કરી રહ્યું છે. હમાસ અને ઈઝરાયેલ વચ્ચેના યુદ્ધને લઈને સાઉદીમાં સૌથી મોટી હલચલ જોવા મળી રહી છે. ગઈકાલે સાઉદી અરેબિયાએ ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઈને 57 મુસ્લિમ દેશોના સંગઠન ઓર્ગેનાઈઝેશન ઓફ કોઓપરેશન (OIC)ની ઈમરજન્સી બેઠક બોલાવવાની માંગ કરી છે. OICમાં સાઉદી અરેબિયા અને તેના સહયોગી દેશોનું વર્ચસ્વ હોવાનું માનવામાં આવે છે. તેનો ઉદ્દેશ્ય આંતરરાષ્ટ્રીય શાંતિ અને સંવાદિતાનું નિર્માણ કરતી વખતે મુસ્લિમોનું રક્ષણ કરવાનો છે.


Google NewsGoogle News