હમાસના 8000 આતંકીઓનો સફાયો, લીડર પણ ના બચ્યો, ઉત્તર ગાઝા પર ઈઝરાયલનો મોટો દાવો
ઈઝરાયલી સેનાએ 670 વિમાની હુમલા કર્યા
હમાસનો સફાયો કરાયો હોવાનો સેનાનો દાવો
Israel-Hamas War : ઈઝરાયલી સેનાના પ્રવક્તા ડૈનિયલ હાગરી (Daniel Hagari)એ ઉત્તરી ગાઝા (Gaza)માં હમાસનો સંપૂર્ણ સફાયો કરી દીધો હોવાનો દાવો કર્યો છે. આ વિસ્તારમાં લગભગ 8000 હમાસ આતંકવાદીઓનો ખાતમો કરી દેવાયો છે. ઉપરાંત ત્યાંથી 10 હજાર હથિયારો અને લાખો ડૉક્યુમેન્ટ્સ પણ જપ્ત કરાયા છે. હમાસના આતંકવાદીઓ ઉત્તર ગાઝાની પટ્ટીમાં નેતૃત્વ વિહીન થઈ ગયા છે. તેમને આદેશ આપનાર કોઈ કમાન્ડ પણ બચ્યો નથી.
ઈઝારયેલી સેનાએ જબાલિયા વિસ્તારને મુક્ત કરાવ્યો
હાગરીએ કહ્યું કે, ‘અમે જબાલિયા વિસ્તારમાં બટાલિયન કમાન્ડર, ડેપ્યુટી બ્રિગેડ કમાન્ડર્સ અને યુદ્ધમાં આતંકવાદીઓનું નેતૃત્વ કરનારા 11 કંપની કમાન્ડર્સને મોતને ઘાત ઉતારી દીધા છે. અમે ત્યાં વરિષ્ઠ આતંકવાદી અહમદ રેન્ડરને પણ ઠાર કરી દીધો છે, જેના કારણે હવે આતંકવાદીઓનું એક થઈ લડવું મુશ્કેલ થઈ ગયું છે. ઘણા આતંકવાદીઓએ પણ આત્મસમર્પણ કરી દીધું છે. ગીચ વસ્તી ધરાવતા જબાલિયા (Jabalia) વિસ્તારના રહેવાસીઓને નુકસાન ન પહોંચે તે પહેલા અમે તમામને બહાર કાઢ્યા બાદ ઓપરેશન પાર પાડ્યું છે.’
જબાલિયામાં 670 વિમાની હુમલા કરાયા
સેનાના પ્રવક્તાએ વધુમાં કહ્યું કે, ‘જબાલિયામાં ઈન્ડોનેશિયાઈ હોસ્પિટલ સહિત 2 હોસ્પિટલો હતી, જ્યાં અંડરગ્રાઉન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, હથિયારો અને મિલિટ્રી સાધનો હતા. અમે બંને સ્થળો પર વિશેષ અભિયાન ચલાવી ટેરર ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ખાતમો કરી દીધો છે. આ દરમિયાન ડૉક્ટરો, મેડિકલ ટીમો અથવા દર્દીઓને નુકસાન ન પહોંચે, તેનું પણ વિશેષ ધ્યાન રખાયું હતું. ઉપરાંત હમાસના આતંકવાદીઓ સામાન્ય લોકોના વેશમાં બચવાનો કે હુમલો કરવાનો પ્રયાસ ન કરે તે માટે અમે તમામને વિસ્તારમાંથી ખસેડી દીધા હતા.’ તેમણે કહ્યું કે, ‘જબાલિયામાં 670 વિમાની હુમલા કરાયા હતા. અમારી સેનાએ ઈન્ટેલીજન્સની સૂચનાના આધારે ઠીક નિશાના પર અને આંતરરાષ્ટ્રીય નિયમોના પાલનને ધ્યાને રાખ્યા બાદ જ જમીની કાર્યવાહી કરાઈ હતી.