Get The App

હમાસે યાહ્યા સિનવારના મોતની પુષ્ટી કરી, ખલીલ અલ હય્યાને જાહેર કર્યો નવો ચીફ

Updated: Oct 18th, 2024


Google NewsGoogle News
હમાસે યાહ્યા સિનવારના મોતની પુષ્ટી કરી, ખલીલ અલ હય્યાને જાહેર કર્યો નવો ચીફ 1 - image

Hamas Appoint Khalil Al-Hayya As New Chief : ઇઝરાયલે ગઈ કાલે(17 ઓક્ટોબર)ના રોજ હમાસના ચીફ યાહ્યા સિનવારની હત્યા કરી દીધી હતી. ત્યાર પછી હવે હમાસે પોતાનો નવા નેતાની પસંદગી કરી લીધી છે. તેમણે ખલીલ અલ હય્યાને નવા ચીફ બનાવવામાં આવ્યા છે. હાલમાં ચાલી રહેલા સંઘર્ષમાં હમાસના ટોચના નેતૃત્વના ઘણાં અગ્રણી સભ્યો માર્યા ગયા છે.

ખલીલ અલ હય્યાએ ઈઝરાયલી હુમલામાં પરિવાર ગુમાવ્યો

આ સ્થિતિમાં સિનવારના ઉત્તરાધિકારીને લઈને કેટલાક નામ ચર્ચામાં આવ્યા હતા. આમાં ખાલિદ મેશાલનું નામ પણ સામેલ હતું. જો કે, હમાસે ખલીલ અલ હય્યાને પોતાનો નેતા તરીકે પસંદ કર્યો છે. હય્યા હાલમાં કતારમાં રહે છે. કારણ કે તેનો આખો પરિવાર 2007માં ગાઝામાં ઈઝરાયલી હવાઈ હુમલામાં માર્યો ગયો હતો.

ઇઝરાયલ સાથે યુદ્ધવિરામ માટે સહમતી દર્શાવી હતી

આ વર્ષે એપ્રિલમાં યુદ્ધવિરામના વાટાઘાટાને લઈને અલ હય્યાએ ઇઝરાયેલ સાથે પાંચ વર્ષ કે તેથી વધુ સમય માટે યુદ્ધવિરામ માટે સહમતી દર્શાવી હતી. મળતી માહિતી અનુસાર, તેણે એમ પણ કહ્યું કે, જો સ્વતંત્ર પેલેસ્ટિનિયન રાજ્યની સ્થાપના કરવામાં આવે છે તો હમાસ તેના હથિયારો મૂકી દેશે અને રાજકીય પક્ષમાં ફેરવાઈ જશે. અલ હય્યા હનીયેહ અને સિનવારનો એક વિશ્વાસપાત્ર સાથી હતો. 

બંધકોને છોડવામાં આવશે નહીં

આજે હમાસે પોતાના નેતા યાહ્યા સિનવારની મૃત્યુની પુષ્ટિ કરતા કહ્યું હતું કે, અમે વધુ મજબૂત બનીશું.' હમાસના નવા ચીફ ખલીલ અલ હ્ય્યાએ પોતાના ગ્રૂપમાં  સિનવારની મૃત્યુની પુષ્ટિ કરી હતી. ખલીલ અલ હ્ય્યાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, '7 ઓક્ટોબરના રોજ ઇઝરાયલ પર કરવામાં આવેલા હુમલાના પકડાયેલા બંધકોને ત્યાં સુધી ત્યાં સુધી છોડવામાં આવશે નહીં જ્યાં સુધી પેલેસ્ટિનિયન એન્ક્લેવ પર હુમલો બંધ કરવામાં નહી આવે અને ઇઝરાયલની સેના પાછી નથી ફરી જતી.'

હમાસે યાહ્યા સિનવારના મોતની પુષ્ટી કરી, ખલીલ અલ હય્યાને જાહેર કર્યો નવો ચીફ 2 - image


Google NewsGoogle News