હમાસે યુદ્ધ વિરામને જગ્યાએ યુદ્ધ પસંદ કર્યું', IDF પ્રવક્તાએ કહ્યું- હમાસને ખતમ કરવા તમામ તાકાત લગાવી દઈશું
Image Source: Twitter
- હમાસ સંગઠને બંધકોની મુક્તિનો અસ્વીકાર કરતા યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરીને યુદ્ધ પસંદ કર્યું: IDF પ્રવક્તા
- IDF પ્રવક્તાએ આંતરરાષ્ટ્રીય સંગઠન પર બંધકોની મુક્તિ માટે મદદ માંગી
નવી દિલ્હી, તા. 06 ડિસેમ્બર 2023, બુધવાર
ઈઝરાયેલ અને હમાસ વચ્ચેનો યુદ્ધ વિરામ સમાપ્ત થયા બાદ ફરી એક વખત યુદ્ધ શરૂ થઈ ગયુ છે. આ વચ્ચે IDFના પ્રવક્તા રિયર એડમિરલ ડેનિયલ હગરીએ જણાવ્યું કે, અમે આતંકવાદીઓ વિરુદ્ધ પોતાની સંપૂર્ણ તાકાત લગાવી દઈશું.
હગરીએ કહ્યું કે, અમે હમાસનો ઉત્તર ગાઝામાં પીછો કર્યો અમે હવે અમે તેમનો દક્ષિણ ગાઝામાં પીછો કરી રહ્યા છે. અમે હમાસ આતંકવાદીઓ વિરુદ્ધ વધુમાં વધુ તાકાતનો ઉપયોગ કરીશું. અમારી સેનાએ 7 દિવસના યુદ્ધ વિરામની પસંદગી કરી હતી જેનાથી ગુપ્ત માહિતીની સમીક્ષા કરી શકાય. હમાસે આ યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કર્યું છે. હવે અમે આ નવા યુદ્ધમાં પોતાની ભૂલોમાંથી શીખેલા પાઠનો પ્રયોગ કરીશું.
હમાસે યુદ્ધ પસંદ કર્યું
1 ડિસેમ્બરે યુદ્ધવિરામ સમાપ્ત થયા બાદ હગરીએ કહ્યું કે હમાસ સંગઠને બંધકોની મુક્તિનો અસ્વીકાર કરતા યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરીને યુદ્ધ પસંદ કર્યું છે. તેમણે કહ્યું કે, અમે હમાસ વિરુદ્ધ યુદ્ધના નવા તબક્કામાં પ્રવેશ કરી ચૂક્યા છે. આતંકવાદી સંગઠને બંધક બનાવવામાં આવેલી મહિલાઓ અને બાળકોને મુક્ત કરવાનો ઈનકાર કરી દીધો છે. હમાસે ઈઝરાયેલના ઘરો પર રોકેટ પણ છોડ્યા છે જેનાથી એ સ્પષ્ટ થાય છે કે આતંકવાદી સંગઠને યુદ્ધ પસંદ કર્યું છે.
હગરીએ કહ્યું કે, સાત ઓક્ટોબરના રોજ હમાસે ઈઝરાયેલ પર હુમલો કર્યો હતો.આ દરમિયાન તેઓ અમારા અનેક નાગરિકોને બંધક બનાવીને લઈ ગયા હતા. હજું પણ લગભગ 137 લોકોને તેમણે બંધક બનાવીને રાખ્યા છે. IDF પ્રવક્તાએ આંતરરાષ્ટ્રીય સંગઠન પર બંધકોની મુક્તિ માટે મદદ માંગી છે. આ વચ્ચે ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ મંગળવારે તેલ અવીવમાં સંરક્ષણ મંત્રાલયમાં મંત્રી મંડળની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં વડાપ્રધાનની સાથે IDF ચીફ ઓફ સ્ટાફ, રાષ્ટ્રીય સુરક્ષા કાઉન્સિલ પ્રમુખ, મોસાદના પ્રમુખ, શિન બેટના પ્રમુખ અને રક્ષા મંત્રી યોવ ગેલેંટ પણ સામેલ થયા હતા.