હમાસે ૫ હજાર રોકેટથી હુમલો કરતા ઇઝરાયેલ બન્યું આક્રમક, ૧૯૮ આતંકીઓને ઢાળી દીધા

યુક્રેન રશિયા યુધ્ધ શમ્યું નથી ત્યારે મધ્ય પૂર્વમાં અશાંતિનો ભડકો

નિષ્ણાતોનું માનવું છે કે ઇઝરાયેલને હવે આક્રમક કાર્યવાહી કરતું રોકવું મુશ્કેલ

Updated: Oct 7th, 2023


Google NewsGoogle News
હમાસે ૫ હજાર રોકેટથી હુમલો કરતા ઇઝરાયેલ બન્યું આક્રમક, ૧૯૮ આતંકીઓને ઢાળી દીધા 1 - image


નવી દિલ્હી,7 ઓકટોબર,2023,શનિવાર 

મધ્ય યુરોપમાં રશિયા અને યુક્રેનનું યુધ્ધ અવિરત ચાલી રહયું છે. હકિકતમાં તો આ યુક્રેન વોર પશ્ચિમી દેશો અને રશિયા વચ્ચેના અહંમ ટકરાવનું કેન્દ્રબિંદુ બની ગયું છે. યુક્રેન યુધ્ધના પગલે આર્થિક પ્રતિબંધો અને મંદીના વિપરિત પરીણામો દુનિયા આખી ભોગવી રહી છે.

આવા સંજોગોમાં  મધ્ય પૂર્વ એશિયામાં ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચે નવેસરથી ભડકો થયો છે. છેલ્લા કેટલાક સમયથી પેલેસ્ટાઇની ઉગ્રવાદી સંગઠન હમાસ માથુ ઉચકી રહયું હતું. ગાઝા પટ્ટી અને ઇઝરાયેલના કબ્જાવાળા પશ્ચિમી તટ (વેસ્ટ બેંક) ઘર્ષણનું મેદાન બની ગયું હતું. હમાસને જર્મની, યુરોપિય સંઘ,અમેરિકા અને કેટલાક આરબ દેશો આતંકી સંગઠન માને છે.

હમાસે ૫ હજાર રોકેટથી હુમલો કરતા ઇઝરાયેલ બન્યું આક્રમક, ૧૯૮ આતંકીઓને ઢાળી દીધા 2 - image

તાજેતરની લડાઇ યહૂદીઓના તહેવાર સિમચાત તોરાહ દરમિયાન થઇ હતી. પેલેસ્ટાઇનના વિદ્વોહી જૂથ હમાસે ઇઝરાયલ પર બે પાંચ નહી પાંચ હજાર રોકેટ છોડીને હુમલો શરુ કરતા જંગના મંડાણ થયા છે. રશિયા અને યુક્રેન યુધ્ધની જવાળાઓમાં સળગી રહયા છે ત્યારે હમાસનો હુમલો મધ્ય પૂર્વના જીઓ પોલિટિકસને બદલી નાખે તેવો છે.

નિષ્ણાતોનું માનવું છે કે ઇઝરાયેલને હવે આક્રમક કાર્યવાહી કરતું રોકવું મુશ્કેલ બનશે. છેલ્લા કેટલાક વર્ષોથી રાજકીય અસ્થિર વાતાવરણ ધરાવતા ઇઝરાયેલના નાગરિકોમાં પણ ગુસ્સો જોવા મળી રહયો છે. દુનિયા પણ હમાસની કાર્યવાહીને ઉશ્કેરણીજનક માને છે. 

હમાસે ૫ હજાર રોકેટથી હુમલો કરતા ઇઝરાયેલ બન્યું આક્રમક, ૧૯૮ આતંકીઓને ઢાળી દીધા 3 - image

પ્રાપ્ત માહિતી અનુસાર હમાસના રોકેટ હુમલામાં ઇઝરાયલના ૪૦ લોકોના મોત થયા છે જેમાં ૨૦ જેટલા સૈનિકોનો સમાવેશ થાય છે. ઇઝરાયેલ પર થયેલા હુમલા પછી ઇન્ટરનેટ પર ભયાનક દ્વષ્યો સામે આવી રહયા છે. એક વીડિયોમાં આતંકવાદી રસ્તા પર ખુલ્લેઆમ ફરતા જણાય છે.

કેટલાક નિદોર્ષ લોકોને મારી રહયા છે તો કેટલાકને અરેસ્ટ પણ કરી રહયા છે. એક વીડિયોમાં તો હમાસ પ્રમુખ ઇસ્માઇલ હનિયેહ સાલેહ અલ અરૌરી ટીવી પર પોતાના સાથીઓને શાબાશી આપી રહયા છે. ઇઝરાયલે જેવા બળુકા અને મજબૂત દેશ પર આતંકી હુમલાની ઘટના આઘાતજનક છે. ઇઝરાયેલની મજબૂત ડિફેન્સ સિસ્ટમ અને મોસાદ જેવી જાસુસી સંસ્થાને પણ અણસાર આવ્યો નહી.

હમાસે ૫ હજાર રોકેટથી હુમલો કરતા ઇઝરાયેલ બન્યું આક્રમક, ૧૯૮ આતંકીઓને ઢાળી દીધા 4 - image

 જો કે ઇઝરાયેલે પણ વળતો પ્રહાર કરતા ૧૯૮ પેલેસ્ટાઇનીઓના મુત્યુ થયા છે. ઇઝરાયેલના લડાકુ વિમાનો ગાજા પટ્ટીમાં હમાસના આતંકવાદી ઠેકાણાઓ પર હુમલા કરી રહયા છે. ઇઝરાયલ અને પેલેસ્ટાઇનની જુની દુશ્મનાવટને ધાર નિકળતા લોહીલૂહાણ પરીસ્થિતિ ઉભી થઇ છે.

એક માહિતી મુજબ મે ૨૦૨૧ પછી પ્રથમ વાર ગાજાપટ્ટી વિસ્તારમાં એક દિવસમાં આટલી મોટી સંખ્યામાં મોત થયા છે.  ઇઝરાયલના વડાપ્રધાન બેન્ઝામીન નેતન્યાહુ (બીબી) હમાસના હુમલાને યુધ્ધ ગણીને વળતો પ્રહાર કરવાની જાહેરાત કરતા હમાસ અને ઇઝરાયેલ વચ્ચે શાંતિ મંત્રણા કે સમાધાનની ફોર્મ્યુલાનો છેદ ઉડી ગયો છે. ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચેની લડાઇ આમ તો સદીઓ જુની છે જે ડિજીટલ યુગમાં પણ ખતમ થવાના અણસાર જણાતા નથી. 

હમાસે ૫ હજાર રોકેટથી હુમલો કરતા ઇઝરાયેલ બન્યું આક્રમક, ૧૯૮ આતંકીઓને ઢાળી દીધા 5 - image

ઇઝરાયેલના રક્ષામંત્રી યોઆવ ગાલાંતે પ્રતિક્રિયા આપી હતી કે દુશ્મનોએ ઇઝરાયલ સામે યુધ્ધ છેડીને મોટી ભૂલ કરી છે. ઇઝરાયેલનો દરેક સૈનિક દૂશ્મન સામે લડી રહયો છે. હુમલો થતા જ ઇઝરાયેલમાં તેલઅવીવ સહિતના શહેરોમાં યુધ્ધ સાયરનો ગુંજવા લાગી હતી.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર ઇઝરાયેલી સેનાએ લખ્યું હતું કે  ગાજાપટ્ટીમાં અનેક આતંકવાદીઓ ઇઝરાયેલની સરહદમાં ઘૂસ્યા છે. ગાજાપટ્ટીમાં રહેતા લોકોને પોતાના ઘરમાં જ રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે.  આતંકી સંગઠન હમાસના મિલિટરી હેડ મોહમ્મદ દાઇફે અલ અકસા ફલડ ઓપરેશન ચલાવવાનો દાવો કર્યો હતો. જેનો હેતું ઇઝરાયેલ દ્વારા કરવામાં આવતા નિયમભંગનો અંત લાવવાનો છે.


Google NewsGoogle News