નેતન્યાહૂ માટે રાહતના સમાચાર! હમાસે યુદ્ધ વિરામનો ડ્રાફ્ટ સ્વીકાર્યો, બંધકો મુક્ત થવાની તૈયારી
Israel-Hamas Ceasefire Draft: ગાઝા પટ્ટીમાં મહિનાઓથી ચાલી રહેલા યુદ્ધ વચ્ચે એક નવી આશાનું કિરણ જોવા મળી રહ્યું છે. હમાસે યુદ્ધ વિરામ અને બંધકોની મુક્તિ માટે રજૂ કરેલા ડ્રાફ્ટને સ્વીકાર્યો છે. જો તમામ યોજના અનુસાર ચાલ્યું તો આ પગલું ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહ માટે રાહતનો શ્વાસ સાબિત થઈ શકે છે.
મીડિયા રિપોર્ટ અનુસાર, હમાસે ગાઝા પટ્ટીમાં યુદ્ધ વિરામ અને હજારો બંધકોની મુક્તિ માટે એક ડ્રાફ્ટ કરારને સ્વીકાર્યો છે. મધ્યસ્થ કતારે કહ્યું કે, ઈઝરાયલ અને ફિલિપાઈન્સનું ઉગ્રવાદી સંગઠન હમાસ અત્યાર સુધીમાં સૌથી વધુ નજીક આવ્યા છે. તેઓ કરારને અંતિમ રૂપ આપીને યુદ્ધ સમાપ્ત કરવાની દિશામાં એક પગલું આગળ વધારી શકે છે.
આ પણ વાંચો: 'ગોલન-ટુરિસ્ટ-સેટલમેન્ટ'નું નામ ઈઝરાયલે 'ટ્રમ્પ-હાઈટસ્' રાખ્યું
મિસ્રના એક અધિકારી અને હમાસના એક અધિકારીએ તેની પુષ્ટિ કરી. એક ઈઝરાયલના અધિકારીએ કહ્યું કે, 'પ્રગતિ થઈ છે, પરંતુ વિવરણ હજુ અંતિમ રૂપમાં નથી પહોંચ્યું. ત્રણેય અધિકારીઓએ વાતચીત પર ચર્ચા કરવા માટે અનામી રહેવાની શરત પર વાત કરી.' ત્યારે અમેરિકન વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને મંગળવારે એક ભાષણ દરમિયાન કહ્યું કે, 'મને વિશ્વાસ છે કે આપણને યુદ્ધ વિરામ મળશે. આ હમાસ પર નિર્ભર છે.'