Get The App

રશિયા-યુક્રેન યુદ્ધનો અંત? ટ્રમ્પે કહ્યું- પુતિન સાથે સારી ચર્ચા થઈ, ઝેલેન્સ્કીની જરૂર નહોતી

Updated: Feb 23rd, 2025


Google News
Google News
રશિયા-યુક્રેન યુદ્ધનો અંત? ટ્રમ્પે કહ્યું- પુતિન સાથે સારી ચર્ચા થઈ, ઝેલેન્સ્કીની જરૂર નહોતી 1 - image


પ્રમુખ ટ્રમ્પે વોલોડોમીર ઝેલેન્સ્કી ઉપર પ્રહારો ચાલુ રાખતાં કહ્યું હતું કે રશિયા સાથે (રિયાધમાં) યોજાયેલી મંત્રણામાં ઝેલેન્સ્કીની હાજરી જરૂરી ન હતી.

ફોક્સ ન્યૂઝને આપેલી મુલાકાતમાં પ્રમુખ ટ્રમ્પે કહ્યું હતું કે, 'પ્રમુખ પુતિન સાથે ઘણી સારી વાતચીત થઈ હતી, પરંતુ ઝેલેન્સ્કી સાથે (યુક્રેન યુદ્ધનો અંત લાવવા) કોઈ વાતચીત થઈ ન હતી.'આ સાથે તેઓએ કહ્યું હતું કે છેવટે તો પ્રમુખ પુતિન અને ઝેલેન્સ્કીને જ સામસામે બેસી આ યુદ્ધના ઉકેલ માટે મંત્રણા કરવી પડશે.

ટ્રમ્પની આ મુલાકાત તેઓનું યુક્રેન યુદ્ધમાં યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી પ્રત્યેનું વલણ બદલાયેલું સ્પષ્ટ થતું હતું. ટ્રમ્પે ઝેલેન્સ્કીને ચૂંટણી જીત્યા સિવાયના સરમુખત્યાર કહ્યા હતા, આમ છતાં યુક્રેન યુદ્ધ અંગેની મંત્રણામાંથી તેઓને દૂર રખાયા હતા.ફોક્સ ન્યૂઝને આપેલી મુલાકાતમાં ટ્રમ્પે વધુમાં કહ્યું હતું કે તેઓ (ઝેલેન્સ્કી) ત્રણ વર્ષથી ત્યાં છે. ત્રણ વર્ષથી યુદ્ધ પણ ચાલી રહ્યું છે. પરંતુ પોતાની માટે પૂરતાં પ્રમાણો નહીં હોવા છતાં (શાંતિ સમજૂતી અંગે) તેઓ કઠોર વલણ રાખે છે.

યુક્રેન-યુદ્ધમાં યુદ્ધ વિરામ કરવા માટે અને બની શકે તો તે યુદ્ધ જ બંધ કરવા માટે ગત સપ્તાહના અંતે રશિયા અને અમેરિકા વચ્ચે મંત્રણા શરૂ થઈ હતી. આ મંત્રણામાં પોતાને આમંત્રણ ન અપાયું તેથી રીસે ભરાયેલા ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે તે મંત્રણાનો કોઈપણ નિષ્કર્ષ તેમને સ્વીકાર્ય નહીં રહે.આમ અત્યારે તો યુક્રેન યુદ્ધનો અંત લાવવા માટેની સંભાવના ધૂંધળી બની રહી છે તેમ નિરીક્ષકોનું કહેવું છે.

Tags :
Donald-TrumpRiyadh-MeetingsVladimir-Putin

Google News
Google News