Get The App

યુવકે ચેટજીપીટીની મદદથી ગર્લફેન્ડ શોધી, એઆઇ પ્લેટફોર્મે ૫૨૩૯ છોકરીઓ સાથે વાત કરી

વ્યસ્તતાના લીધે વાસ્તવિક રીતે જીવનસાથી શોધવા માટે સમય ન હતો

ડેટિંગ માટે ચેટબોટના એઆઇ પ્લેટફોર્મ ઓપનઆઇની મદદ લીધી

Updated: Feb 7th, 2024


Google NewsGoogle News
યુવકે ચેટજીપીટીની મદદથી ગર્લફેન્ડ શોધી, એઆઇ પ્લેટફોર્મે ૫૨૩૯ છોકરીઓ સાથે વાત કરી 1 - image


મોસ્કો, ૭ ફેબુ્આરી,૨૦૨૪,બુધવાર 

રશિયાના એક વ્યકિતએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી ચેટજીપીટી પ્લેટફોર્મ ઓપન એ આઇની મદદથી ટિંડર પર પોતાની ગર્લફેન્ડ શોધી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર એલેઝાન્ડર જડાન નામની વ્યકિતએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર જણાવ્યું હતું કે ટિંડર પર આધુનિક યુગમાં ડેટિંગ માટે ચેટબોટના એઆઇ પ્લેટફોર્મ ઓપનઆઇની મદદ લીધી હતી.

જડાનની આ ઉપરાંત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સીની મદદથી એપનો ઉપયોગ વપરાશ કર્યા વિના પણ ગર્લફ્રેન્ડ સાથે વાત કરતો રહયો હતો. ત્યાર પછી વાત એટલી આગળ વધી કે બંને વચ્ચે પ્રેમ થયો હતો. કેટરીના નામની યુવતીએ જદાન સાથે ભવિષ્યને લગતી બાબતો પર ચર્ચા કરવા લાગી હતી. જદાને આ અંગે ખુલાસો કર્યો હતો કે મે એક છોકરીને પ્રપોઝ કર્યુ હતું. તેની સાથે ચેટજીપીટી પર એક વર્ષ સુધી વાત કરી હતી. 

યુવકે ચેટજીપીટીની મદદથી ગર્લફેન્ડ શોધી, એઆઇ પ્લેટફોર્મે ૫૨૩૯ છોકરીઓ સાથે વાત કરી 2 - image

એવું કરવા માટે ટિંડર પર એઆઇ પ્લેટફોર્મે ૫૨૩૯ છોકરીઓ સાથે વાત કરી હતી. જેમાંથી મોટા ભાગનીને અનાવશ્યક સમજીને યાદીમાંથી હટાવી દેવામાં આવી હતી. જીડાન પણ એમ જ ઇચ્છતો હતો. છેવટે જીડાનને ધ્યાનમાં રાખીને એઆઇ પ્લેટફોર્મે માત્ર એકની સાથે વાતચિત ચાલું રાખી હતી. જડાનની સમસ્યા એ હતી કે તે વ્યસ્ત જીંદગીમાં કામના બોજ તળે દબાયેલો હોવાથી જીવનસાથી શોધવાનો સમય મળતો ન હતો.

ચેટજીપીટી વિના પણ તેની પાસે જીવનસાથી શોધવાનો વિકલ્પ હતો પરંતુ તે મોંઘો અને પડકારજનક હતો. પોતાના પ્રેમની શોધમાં એઆઇનો ઉપયોગ કરવાનો વિચાર આવ્યો હતો. ૨૩ વર્ષના જડાને એમ પણ જણાવ્યું હતું કે એઆઇ બોટની મદદથી એક દિવસમાં ૬ ડેટ કરી હતી. તેણે એમ પણ જણાવ્યું હતું કે ચેટજીપીટી બોટના બીજા વર્ઝનનો પણ આ પ્રકિયા માટે ઉપયોગ  કર્યો હતો.



Google NewsGoogle News