ગન્સ, બોમ્બ્સ, ISIS ફ્લેગ : ન્યુ ઓર્લિયન્સમાં FBI ને હુમલાખોરના ટ્રકમાંથી ઘણું ઘણું મળ્યું
- હવે સૌને ટ્રમ્પની વાત સાચી લાગે છે : વિશ્લેષક
- ન્યુ ઓર્લિયન્સનાં ફ્રેન્ચ ક્વાર્ટરમાં ટ્રક વડે હુમલો કરનાર ડ્રાઈવર પાછળ અન્ય શક્તિઓ કામ કરતી હોવાની શંકા
ન્યુ ઓર્લિયન્સ : ગલ્ફ ઓફ મેક્સિકોના તટે રહેલાં રાજ્ય લુઇઝિયાનનાં ન્યૂ ઓર્લિયન્સ શહેરમાં બુધવારે થઇ રહેલી નવ વર્ષની ઉજવણી આનંદમાંથી માતમમાં ફેરવાઈ ગઈ હતી. શમ્સુદ્દીન જબ્બર નામક એક ટ્રક ડ્રાયવરે નવા વર્ષને વધાવી રહેલા ઉત્સાહીઓ ઉપર ટ્રક ચઢાવી દીધો. ૧૫ને મારી નાખ્યા તેટલું જ નહીં ટ્રકમાંથી ઉતરી ગોળીબાર કરતાં ૩૦થી વધુને ઇજાઓ કરી.
ન્યુ ઓર્લિયન્સ શહેરનાં ફ્રેન્ચ ક્વાર્ટરમાં આ ગંભીર ઘનટા બની તે પછી તુર્ત જ પોલિસે ગોળીબારો શરૂ કર્યા જેમાં શમ્સુદ્દીનનું મોત પણ થયું.
આ પછી FBI એ તેના ટ્રકમાં તપાસ હાથ ધરતાં તે ટ્રકમાંથી ગન્સ, બોમ્બસ અને આઈએસઆઈએસ(ઇસ્લામીક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સીરીયા (ખિલાફત)નો ધ્વજ પણ મળી આવ્યો હતો.
ઉલ્લેખનીય તો તે છે કે ન્યુ ઓર્લિયન્સ શહેરમાં જે નવા વર્ષ નિમિત્તેની ઉજવણી થાય છે તે દુનિયાભરમાં વિખ્યાત બની રહેલ છે. ત્યાં વિશાળ સંખ્યામાં જન સમુદાય એકત્રિત થાય છે. સમુદ્ર સ્થિત ટાપુ ઉપરનાં આ શહેરની આબોહવા પણ ઠંડા શિયાળા વચ્ચે ઘણી જ ખુશનુમા હોય છે તેથી ત્યાં સૌથી વિશાળ જનસમુદાય નવા વર્ષની ઉજવણી માટે એકઠો થાય છે. એફબીઆઈનું માનવું છે કે આટલી પ્રચંડ જનમેદની જોઈ તેનો લાગ લઇને જ ત્યાં આતંક ફેલાવવાનું પૂર્વ યોજિત કાવતરૂ જ હતું. વળી ટ્રકમાંથી મળી આવેલ હેન્ડ ગ્રેનેડસ ઓટોમેટિક લાઇટ મશીનગન્સ અને આઈ.એસ.આઈ.એસ.નો ધ્વજ ઉપરાંત બીજી ઘણી ચીજો મળી આવી હતી. કાગળો (દસ્તાવેજો) પણ મળી આવ્યા હતા. આ ઉપરથી તે સ્પષ્ટ થઇ ગયું છે કે કે તો આ કોઈ અકસ્માત ન હતો. પૂર્વ યોજિત કાવતરૃં જ હતું તે સ્પષ્ટ છે. આ સાથે તે પણ સ્પષ્ટ થઇ ગયું છે કે ઇસ્લામિક આતંકીઓ દુનિયાભરમાં ફેલાયેલા છે. માટે આ કાવતરાં પાછળ કોઈ સુવ્યવસ્થિત અને શક્તિશાળી તેવી કોઈ સત્તાનો હાથ હશે જ તેવી ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશનમાં ખાતરી આપવા સાથે તપાસમાં સાથ આપવા અનુરોધ કર્યો છે.
વિશ્લેષકો કહે છે કે ઇમીગ્રેશન (વસાહત) ઉપર કડક નિયમનો લાદવા જરૂરી છે. તેમ જ દુનિયાના આ દેશો (જે મોટેભાગ ઇસ્લામ પંથી છે) ત્યાંથી તો કોઈને આ દેશમાં પ્રવેશ આપવા જ ન દેવો તે વાત શબ્દશ: સાચી છે.
પ્રમુખ જો બાયડેને બુધવારે સાંજે જણાવ્યું હતું કે એફબીઆઈને તેવા પણ વીડીયો મળી આવ્યા છે કે જેમાં આ હુમલાના થોડા કલાકો પૂર્વે જ ડ્રાયવરે સોશ્યલ મીડિયા ઉપર જણાવ્યું હતું કે તેને ઇસ્લામિક સ્ટેટ (ખિલાફત) તરફી જૂથે આ હુમલો કરી અનેકને મારી નાખવા ઉશ્કેર્યો હતો.