રશિયાના મૉસ્કોમાં આતંકવાદી હુમલો, કૉન્સર્ટ હોલમાં અંધાધૂંધ ફાયરિંગ અને બ્લાસ્ટમાં 40ના મોત

Updated: Mar 23rd, 2024


Google NewsGoogle News
રશિયાના મૉસ્કોમાં આતંકવાદી હુમલો, કૉન્સર્ટ હોલમાં અંધાધૂંધ ફાયરિંગ અને બ્લાસ્ટમાં 40ના મોત 1 - image


Mascow Concert Hall Firing : રશિયાની રાજધાની મૉસ્કોમાં ફાયરિંગ અને વિસ્ફોટની ઘટનામાં 40થી વધુ લોકોના મોતના સમાચાર છે. રશિયન સમાચાર એજન્સીના અનુસાર, શુક્રવારે મૉસ્કો નજીક એક કૉન્સર્ટ હોલમાં સેનાની વર્દી પહેરેલા પાંચ બંદૂકધારીઓએ ફાયરિંગ કર્યું, બાદમાં બ્લાસ્ટ પણ કર્યા જેના પછી ભયંકર આગ લાગી હતી. જેમાં ઓછામાં ઓછા 40 લોકોના મોત થઈ ગયા અને 100થી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા. હુમલા બાદ વિશેષ પોલીસ દળે મોર્ચો સંભાળી લીધો છે.

સમાચાર એજન્સી ધ એસોસિએેડ પ્રેસના રિપોર્ટ અનુસાર, રશિયન રાજધાનીના ક્રોકસ સિટી હોલમાં બંદૂકધારીઓએ ફાયરિંગ કર્યું. બાદમાં વિસ્ફોટના અવાજ પણ સંભળાયા અને કૉન્સર્ટ હોલમાં આગ પણ લાગી. હુમલાખોરો કૉન્સર્ટ હૉલમાં હાજર છે. એપીના રિપોર્ટ અનુસાર, રશિયાની ઉચ્ચ તપાસ એજન્સી મૉસ્કો કૉન્સર્ટ હોલમાં ફાયરિંગ અને વિસ્ફોટની ઘટનાને આતંકવાદી હુમલો માનીને તપાસ કરી રહી છે.

રશિયાના વિદેશ મંત્રાલયે ગણાવ્યો આતંકવાદી હુમલો

રશિયાએ ફાયરિંગની ઘટનાને આતંકવાદી હુમલો ગણાવ્યો છે. રશિયન વિદેશ મંત્રાલયના પ્રવક્તા મારિયા જખારોવાએ ઘટનાની નિંદા કરા કહ્યું કે, આ એક આતંકવાદી હુમલો છે. ઈન્ટરનેશનલ સમુદાયે આ જઘન્ય અપરાઘની નિંદા કરવી જોઈએ. મૉસ્કોના મેયરે મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.


Google NewsGoogle News