Get The App

બ્રસેલ્સમાં સ્વીડનના બે નાગરિકોની ગોળી મારીને હત્યા, આતંકવાદી કૃત્ય હોવાની આશંકા

Updated: Oct 17th, 2023


Google NewsGoogle News
બ્રસેલ્સમાં સ્વીડનના બે નાગરિકોની ગોળી મારીને હત્યા, આતંકવાદી કૃત્ય હોવાની આશંકા 1 - image


Photograph: Anadolu Agency/Anadolu

બ્રસેલ્સ,તા.17.ઓક્ટોબર,2023

બેલ્જિયમની રાજધાની બ્રસેલ્સમાં સ્વીડનના બે નાગરિકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે.આ ઘટનાને બેલ્જિયમના વડાપ્રધાન આતંકવાદી હુમલો ગણાવી છે.

હત્યારાઓ ગોળી મારીને સ્કૂટર પર ફરાર થઈ ગયા હતા.આ હત્યાકાંડ બાદ બેલ્જિયમ પોલીસે રાજધાનીમાં લેવલ ફોર ટેરર એલર્ટ  અને બાકી દેશમાં લેવલ થ્રી ટેરર એલર્ટ જાહેર કર્યુ છે.

બેલ્જિયમ અને સ્વીડન વચ્ચે રમાનારી ફૂટબોલ મેચ પહેલા આ ઘટના બની હતી અને તેને યુરોપના મોટાભાગના દેશોએ ત્વરિત પ્રતિક્રિયા આપીને વખોડી કાઢી હતી.

બેલ્જિયમની એક ન્યૂઝ ચેનલના અહેવાલ પ્રમાણે નાગરિકોની હત્યા બાદ સોશિયલ મીડિયા પર એક વિડિયો પોસ્ટ કરવામાં આવ્યટો હતો અને તેમાં દેખાઈ રહેલા વ્યક્તિએ ઈસ્લામિક સ્ટેટથી પ્રેરાઈને પોતે જ આ હુમલો કર્યો હોવાનો દાવો કર્યો હતો.

ફાયરિંગ બાદ બેલ્જિયમ અને સ્વીડન વચ્ચેની ફૂટબોલ મેચ પણ અડધેથી અટકાવી દેવામાં આવી હતી.મેચ જોવા માટે સ્ટેડિયમમાં ઉમટેલા 35000 લોકોને પણ થોડા સમય માટે સ્ટેડિયમમાં જ રોકી રાખવામાં આવ્યા હતા. ફાયરિંગના પગલે સ્વીડનની ટીમના ખેલાડીઓ આગળ મેચ રમવા માટે ઈચ્છુક નહોતા.


Google NewsGoogle News