ડોનાલ્ડ ટ્રમ્પ સરકારનું મોટું પગલું! 'ગલ્ફ ઓફ મેક્સિકો'નું નામ બદલી 'ગલ્ફ ઓફ અમેરિકા' રાખ્યું
Gulf of Maxico Name Changed | અમેરિકામાં સરકારમાં આવતા જ ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે મેક્સિકોના અખાત(ગલ્ફ ઓફ મેક્સિકો)નું નામ સત્તાવાર રીતે બદલીને "અમેરિકાનો અખાત" (ગલ્ફ ઓફ અમેરિકા) રાખ્યું છે.
જાણીતા પર્વતનું નામ પણ બદલ્યું
આ ઉપરાંત, અલાસ્કામાં સમુદ્ર સપાટીથી 20 હજાર ફૂટની ઊંચાઈ પર સ્થિત માઉન્ટ ડેનાલીનું નામ પણ માઉન્ટ મેકેનલી રાખવામાં આવ્યું છે. ટ્રમ્પે તેમના ચૂંટણી વચનમાં અને પછી તેમના પહેલા સંબોધનમાં આ રીતે નામ બદલવામાં આવશે તેની જાહેરાત કરી હતી.
ઓબામા સરકારે પર્વતનું નામ રાખ્યું હતું માઉન્ટ ડેનાલી
અમેરિકાના ઉપયોગમાં આવતા ગલ્ફનું નામ બદલવું એ અમેરિકન સરકારના અધિકારક્ષેત્રમાં આવે છે. ટ્રમ્પે તેમના કાર્યકાળના પહેલા દિવસે મેક્સિકોના અખાત અને અલાસ્કામાં 617,800 ચોરસ માઇલમાં ફેલાયેલા 20,000 ફૂટ ઊંચા પર્વતનું નામ ડેનાલીથી માઉન્ટ મેકેનલી રાખવાના આદેશ પર હસ્તાક્ષર કર્યા. ઓબામા સરકારે 2015 માં આ પર્વતનું સત્તાવાર નામ ડેનાલી રાખ્યું હતું.
ફ્લોરિડા પહેલાથી જ 'ગલ્ફ ઓફ અમેરિકા' તરીકે ઉચ્ચારવા લાગ્યું હતું
ફ્લોરિડાના ગવર્નર રોન ડીસેન્ટિસે પહેલાથી જ "અમેરિકાના અખાત" નામનો ઉપયોગ શરૂ કરી દીધો હતો. તેમણે શિયાળાની ચેતવણી જારી કરતી વખતે મેક્સિકોના અખાતને "અમેરિકાના અખાત" તરીકે ઓળખાવ્યો અને કહ્યું કે લૉ પ્રેશર ઝોન "અમેરિકાના અખાતને પાર કરીને" ફ્લોરિડા તરફ આગળ વધી રહ્યું છે.
નામ બદલવાથી શું ફેર પડશે?
ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર દ્વારા નામ બદલવાથી અન્ય કોઈ દેશને અસર થશે નહીં અને અન્ય કોઈ દેશને આવું કરવાની જરૂર નથી. સરળ શબ્દોમાં કહીએ તો મેક્સિકોના અખાતને 'અમેરિકાના અખાત' તરીકે ઓળખાવવું એ બીજા દેશ, ટ્રમ્પ સરકાર અથવા ખુદ અમેરિકન લોકોની તેમની પોતાની આસ્થાનો વિષય હોઈ શકે છે.