Get The App

'ઈઝરાયલને મદદ કરી તો....' ઈરાનની ધમકીથી ગલ્ફ દેશો ભયભીત, અમેરિકા પર કર્યું દબાણ

Updated: Oct 11th, 2024


Google NewsGoogle News
Iran Israel War


Iran Israel War: ઈરાને ઈઝરાયલ પર હુમલો કર્યા બાદ એવી આશંકા સેવાઈ રહી છે કે ઈઝરાયલ ટૂંક સમયમાં ઈરાનની ક્રૂડ ફેસિલિટી પર હુમલો કરશે. ઈઝરાયલના ઈરાનના ક્રૂડ ઓઈલ ફેસિલિટી પર સંભવિત હુમલો અટકાવવા સઉદી અરબ, યુનાઈટેડ આરબ અમીરાત (યુએઈ) જેવા ગલ્ફ દેશો અમેરિકા પર દબાણ કરી રહ્યા છે. ઈરાને ગલ્ફ દેશોને ઈઝરાયલની મદદ કરનારા વિરૂદ્ધ જવાબી કાર્યવાહી કરવાની ચીમકી આપતાં ગલ્ફ દેશો અમેરિકા પર દબાણ કરી આ હુમલો અટકાવવા પ્રયાસ કરી રહ્યા છે.

અમેરિકા પર દબાણ

ઈઝરાયલનો હુમલો રોકવા માટે અમેરિકા પર દબાણ કરી રહ્યા છે. ગલ્ફ દેશોએ અમેરિકા સમક્ષ પોતાની ચિંતા વ્યક્ત કરતા કહ્યું છે કે જો ઈઝરાયલ ઈરાનના ઓઈલ બેઝ પર હુમલો કરશે તો તેમના ઓઈલ બેઝ ઈરાનના પ્રોક્સી જૂથોના હુમલાનો શિકાર બની શકે છે. ખાડી દેશોના ત્રણ સરકારી સત્તાવાર સૂત્રોને ટાંકીને આ માહિતી આપવામાં આવી છે કે, સઉદી અરબ, યુએઈ અને કતાર સહિતના ખાડી દેશોએ અમેરિકાને કહ્યું છે કે જો ઈઝરાયલ ઈરાન પર હુમલો કરવા માટે તેમની હવાઈ ક્ષેત્રમાં ઉડ્ડયન કરવા માંગે છે, તો તેને તેમ કરવાની મંજૂરી આપવામાં આવે નહીં.

આ પણ વાંચોઃ લેબેનોનના જે વિસ્તારમાં તૈનાત છે ભારતના સૈનિક, ત્યાં જ ઈઝરાયલે તોપથી કર્યો હુમલો, UN લાલચોળ

ઈઝરાયલની કાર્યવાહી વિનાશ લાવશે

ઈરાને 1 ઓક્ટોબરે ઈઝરાયલ પર લગભગ 200 મિસાઈલો છોડી હતી. આ હુમલાના જવાબમાં ઈઝરાયલે કહ્યું હતું કે ઈરાનને તેની કિંમત ચૂકવવી પડશે. તેના જવાબમાં ઈરાને કહ્યું હતું કે જો ઈઝરાયલ જવાબી કાર્યવાહી કરશે તો તેનો જવાબ મોટાપાયે વિનાશ નોતરશે. બંને દેશોની ધમકીઓને કારણે આ ક્ષેત્રમાં મોટા યુદ્ધની શક્યતા વધી છે, જેની અસર અમેરિકાને પણ થઈ શકે છે. ઈરાન અને ઈરાનના એક વરિષ્ઠ અધિકારી અને ઈરાની રાજદ્વારીએ કહ્યું કે ઈરાન અને સઉદી અરબ વચ્ચે આ અઠવાડિયે બેઠક થઈ હતી, જેમાં સઉદી અરબે ચેતવણી આપી છે કે જો તે ઈઝરાયલને હુમલામાં મદદ કરશે તો તે અમેરિકાની ઓઈલ સાઇટ્સની સુરક્ષાની ખાતરી આપી શકશે નહીં.

ઈઝરાયલને મદદ કરનારાને....

સઉદી શાહી દરબારના નજીકના સઉદી વિશ્લેષક અલી શિહાબીએ કહ્યું, 'ઈરાનીઓએ કહ્યું છે કે, જો ગલ્ફ દેશ ઈઝરાયલ માટે તેની એરસ્પેસ ખુલ્લી મુકે છે, તો તેને યુદ્ધનું કૃત્ય ગણવામાં આવશે.' ઈરાની રાજદ્વારીએ કહ્યું કે ઈરાને સઉદીને સ્પષ્ટપણે કહ્યું છે કે જો ઈઝરાયલને ઈરાન વિરુદ્ધ કોઈપણ પ્રકારનું ક્ષેત્રીય સમર્થન મળે છે તો ઈરાક અથવા યમન જેવા સાથી દેશો તેનો જવાબ આપી શકે છે. યમનના હુથી વિદ્રોહીઓ ભૂતકાળમાં સઉદીની ઓઈલ ફેસિલિટીને નિશાન બનાવી રહ્યા છે, જેના કારણે સઉદી અરબને ભારે નુકસાન થયું છે.

ગલ્ફ અને ઈરાની સૂત્રોએ જણાવ્યું કે ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાક્ચી અને સઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન વચ્ચે બુધવારની બેઠકમાં સૌથી મોટો મુદ્દો સંભવિત ઈઝરાયલ હુમલો હતો. અબ્બાસ સમર્થન મેળવવા ગલ્ફ દેશોની સાથે છે.

ઈરાનના સાથી દેશોના હુમલાથી ચિંતિત

સઉદી અરબ ઓર્ગેનાઈઝેશન ઓફ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ (OPEC)નો સૌથી મહત્વપૂર્ણ સભ્ય છે. તેની પાસે પૂરતી વધારાની ક્રૂડ ઓઈલ ક્ષમતા છે. જો ઈઝરાયલ ઈરાનની ઓઈલ ફેસિલિટી પર હુમલો કરે તો પણ ઈરાની ઓઈલનો પુરવઠો રોકવાથી થતાં નુકસાનનો સામનો કરવો પડી શકે છે. સઉદીની વધુ પડતી ક્ષમતાનો મોટાભાગનો હિસ્સો ગલ્ફ દેશોમાં છે. આથી જો સઉદી અરબ અને યુઈએના ક્રૂડ ફેસિલિટીને નિશાન બનાવવામાં આવે તો વિશ્વમાં ક્રૂડના પુરવઠાની અછત સર્જાઈ શકે છે.

સાઉદી અરબ તેની ઓઇલ ફેસિલિટી પર ઈરાનના સાથીઓ દ્વારા કરવામાં આવતા હુમલા અંગે ચિંતિત છે, કારણકે 2019માં તેની ઓઈલ કંપની અરામકોના ઓઈલ ફિલ્ડ પરના હુમલાથી વૈશ્વિક ઓઈલ સપ્લાયના 5%થી વધુ બંધ થઈ ગયા હતા. જોકે, ઈરાને આ હુમલામાં સામેલ હોવાનો ઈનકાર કર્યો હતો.

'ઈઝરાયલને મદદ કરી તો....' ઈરાનની ધમકીથી ગલ્ફ દેશો ભયભીત, અમેરિકા પર કર્યું દબાણ 2 - image


Google NewsGoogle News