Get The App

આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાનની મોટી ફજેતી, ગલ્ફ દેશોમાં એન્ટ્રી પર મૂક્યો પ્રતિબંધ

Updated: Dec 23rd, 2024


Google NewsGoogle News
Gulf Countries Refusing toGrant Visas to Pakistan


Gulf Countries Refusing toGrant Visas to Pakistan: અખાતી દેશ અને તેના મુખ્ય શહેરો લાખો પાકિસ્તાની પ્રવાસીઓ અને નોકરી શોધનારાઓ માટે મનપસંદ સ્થળો છે. એવામાં હવે સંયુક્ત આરબ એમિરેટ્સ (UAE), સાઉદી અરેબિયા અને અન્ય ઘણા ગલ્ફ દેશોએ પાકિસ્તાનના 30 શહેરોના લોકોને વિઝા આપવાનો સ્પષ્ટ ઇનકાર કરીને તેમના પર અનિશ્ચિત સમય માટે પ્રતિબંધ લાદી દીધો છે. જેના કારણે પાકિસ્તાની પાસપોર્ટ સતત ત્રીજા વર્ષે વિશ્વમાં ચોથા ક્રમે સૌથી ખરાબ રેન્કિંગ ધરાવે છે. આ સિવાય UAEએ પાકિસ્તાનના વિઝા અરજદારો માટે પોલીસ દ્વારા જારી કરાયેલ કેરેકટર સર્ટીફીકેટ સબમિટ કરવાનું ફરજિયાત બનાવ્યું છે.

પાકિસ્તાન પર પ્રતિબંધ મૂકવાનું કારણ શું?

ગલ્ફ દેશો દ્વારા પાકિસ્તાની વિઝા એપ્લીકેશન નકારવા પાછળ ઘણા કારણો છે. જેમાં ભિખારીઓ અને ડ્રગ સ્મગલર્સ મુખ્ય કારણ છે, તેઓ પ્રવાસી અથવા જોબ વિઝા પર ગલ્ફ દેશોમાં પહોંચીને સમ્ગલીંગ કરતા પકડાય છે. ઘણા પાકિસ્તાનીઓ પણ ડ્રગ્સની દાણચોરી કરતા પકડાયા છે. ગલ્ફ દેશોમાં ભરતી કરતી કંપનીઓ, ખાસ કરીને જેઓ ગલ્ફ દેશોમાં મજૂરો મોકલવામાં સામેલ છે, તેઓ પણ બનાવટી દસ્તાવેજો અને અનુભવ પ્રમાણપત્રોનો ઉપયોગ કરીને ટીમને ત્યાં સુધી પહોંચાડે છે. તેઓ એજન્સીઓને લાંચ આપીને કામ કરાવે છે. 

આ પણ વાંચો: બાંગ્લાદેશ સામે અંધકારમાં ડૂબી જવાનું સંકટ! 200 કરોડનું વીજબિલ બાકી, ભારત પાડોશી ધર્મ ક્યાં સુધી નિભાવશે?

ગલ્ફ કંપનીઓની પાકિસ્તાની રિક્રુટર્સ વિશે ફરિયાદ 

ગલ્ફ દેશોની ઘણી કંપનીઓએ ફરિયાદ કરી છે કે એજન્સીઓ દ્વારા મોકલવામાં આવતા લોકો સંબંધિત નોકરીની મૂળભૂત જરૂરિયાતોને પણ પૂરી કરવામાં નિષ્ફળ જાય છે, જેના કારણે ગંભીર સમસ્યાઓ ઊભી થાય છે. આથી અખાતી કંપનીઓ હવે પાકિસ્તાનમાંથી કોઈ મજૂર કે ટેકનિશિયન રાખવા માગતી નથી કારણ કે તેઓ જાણે છે કે પાકિસ્તાનથી આવનાર વર્કફોર્સ બિનકાર્યક્ષમ સાબિત થશે. તેમને ભારત, બાંગ્લાદેશ અને ઇન્ડોનેશિયા જેવા દેશોના લોકોને નોકરી પર રાખીને વધુ સારું કામ મેળવી શકે છે. 

આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાનની મોટી ફજેતી, ગલ્ફ દેશોમાં એન્ટ્રી પર મૂક્યો પ્રતિબંધ 2 - image



Google NewsGoogle News