ગુજરાતી મૂળના યુવાને અમેરિકામાં ખળભળાટ મચાવ્યો, વૃદ્ધ દંપતીને 1.4 મિલિયન ડોલરનો ચુનો લગાવ્યો
Fraud in America: ગુજરાતી અને ચીની વ્યક્તિએ સાથે મળીને અમેરિકાના વૃદ્ધ દંપતીની જીવનભર કમાણી સોનામાં ફેરવીને છેતરપિંડી કરી હતી. હોમલેન્ડ સિક્યુરિટી ઇન્વેસ્ટિગેશન (HSI)ના અધિકારીઓ દ્વારા આશરે 1.4 મિલિયન ડોલરની છેતરપિંડીના આરોપમાં ગુજરાતી મૂળના હર્મિશ પટેલ અને ચીનના વેનહુઈ સુનની ધરપકડ કરી છે.
જાણો શું છે મામલો
29મી જુલાઈએ ન્યૂયોર્કના ટ્રોયમાં રહેતા દંપતી સાથે 1 મિલિયન ડોલર છેતરપિંડી કરવાના આરોપમાં 25ની વર્ષીય હર્મિશ પટેલની ધરપકડ કરવામાં આવી હતી. વેનહુઈ સન પર મેરીલેન્ડના એક દંપતી સાથે 331,817 ડોલરની છેતરપિંડી કરવાનો આરોપ છે. હોમલેન્ડ સિક્યુરિટી ઇન્વેસ્ટિગેશને બંને ઘટના વચ્ચે કનેક્શન શોધી કાઢ્યું અને હર્મિશ પટેલના ફોન રેકોર્ડ દ્વારા અન્ય સાથીદારોને શોધી કાઢ્યો.
અહેવાલો અનુસાર, ન્યૂયોર્કના ટ્રોયમાં રહેતા દંપતીને પેપાલ (PayPal) તરફથી એક મેઈલ મળ્યો હતો. જેમાં લખ્યું હતું કે, 'આગામી 24 કલાકમાં તમારા ખાતામાંથી 465.88 ડોલર કાપી લેવામાં આવશે.' આ મેઈલની સાથે બે કસ્ટમર સપોર્ટ ફોન નંબર પણ આપવામાં આવ્યા હતા, જેના દ્વારા તેઓ આ ટ્રાન્ઝેક્શનને અટકાવી શકે છે.
આ પણ વાંચો: સુનિતા વિલિયમ્સ 8 દિવસ માટે ગયા હતા અંતરિક્ષમાં, જાણો હવે 8 મહિના કેવી રીતે રહેશે? જાણો ઈમર્જન્સી પ્લાન
માઈક્રોસોફ્ટના કર્મચારી તરીકેની આળખ આપીને ગેનન નામના વ્યક્તિએ કસ્ટમર સપોર્ટ દ્વારા દંપતીને એલિઝાબેથ શ્નેઈરોવ નામની મહિલાનો નંબર આપ્યો અને કહ્યું કે તે ફેડરલ ટ્રેડ કમિશનમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર છે. એલિઝાબેથ શ્નેઈરોવે દંપતીને કહ્યું કે, તેમારી જીવનભરની કમાણી જોખમમાં છે કારણ કે તમારા સામાજિક સુરક્ષા નંબરો સાથે ચેડાં કરવામાં આવ્યા હતા. જેથી તમારી પૂંજી અમેરિકાના ટ્રેઝરી વિભાગના લોકરમાં સુરક્ષિત રહી શકે છે.' આ દંપતીએ તેમની સલાહને અનુસરી અને પાંચમી ડિસેમ્બર, 2023ના રોજ ચીન સ્થિત ડીંગસી ટ્રેડ લિમિટેડ સાથે 102,000 ડોલરનો ઓનલાઈન વ્યવહાર કર્યો હતો.
ત્યારબાદ એલિઝાબેથે દંપતીને સાતમી ડિસેમ્બરે ફરી એકવાર ફોન કર્યો અને સલામતી માટે બાકીની પૂંજીને સોનામાં ફેરવવા અને ટ્રેઝરી વિભાગના લોકરમાં સુરક્ષિત રાખવા કહ્યું હતું. દંપતીએ ઓછામાં ઓછા 1 મિલિયન ડોલરની કુલ ત્રણ ગોલ્ડ બુલિયનની ખરીદી કરી હતી.
હર્મિશે પટેલે 1 મિલિયન ડોલરની છેતરપિંડી કરી
ઈલિનોઈસના સ્ટ્રીમવુડમાં રહેકા હર્મિશ પટેલે દંપતી પાસેથી બે મહિનામાં 1,058,082 ડોલરનું સોનું એકત્ર કર્યું હતું. જાન્યુઆરીમાં જ્યારે તેઓ 6 મહિનાના વેકેશન પર હતા. ત્યારે જ્યારે દંપતીએ તેમના પૈસા પાછા માંગ્યા, ત્યારે એક નકલી યુએસ એજન્સીના અધિકારીએ કહ્યું કે 'તમારા સામાજિક સુરક્ષા નંબરો રદ કરવામાં આવશે.' ત્યારબાદ દંપતીએ તેમના નાણાકીય સલાહકારનો સંપર્ક કર્યો, જેમણે છેતરપિંડીની શંકા પછી પોલીસનો સંપર્ક કર્યો.
હોમલેન્ડ સિક્યુરિટી ઇન્વેસ્ટિગેશનના વિશેષ એજન્ટોએ કારની નંબર પ્લેટના આધારે હર્મિશ પટેલનો સંપર્ક થયો. ત્યારબાદ તેના ફોન રેકોર્ડ્સ પરથી જાણવા મળ્યું છે કે તે HSI રેકોર્ડમાં 'Conspirator Z' તરીકે ચિહ્નિત થયેલી વ્યક્તિને વારંવાર વીડિયો કોલ કરતા હતા. વધુ તપાસમાં જાણવા મળ્યું કે,તેમણે ફેબ્રુઆરી 2024માં, સિલ્વર સ્પ્રિંગ, મેરીલેન્ડના અન્ય એક દંપતીએ પણ આવી જ રીતે 331,817ની છેતરપિંડી કરી હતી. આ મામલે હર્મિશ પટેલ અને વેનહુઈ સુનની ધરપકડ કરવામાં આવી હતી.
બંને આરોપી એક જ ગેંગ માટે કામ કરતા હતા
વેનહુઈ સુને દાવો કર્યો હતો કે તે એક ચીની વ્યક્તિની સૂચનાના આધારે કામ કરી રહ્યો હતો. હર્મિશ પટેલની ચેટમાં એવું પણ જોવા મળ્યું કે કોઈ તેમને સૂચનાઓ આપી રહ્યું છે, જેનું નામ 'બેસ્ટ ફ્રેન્ડ' તરીકે સેવ કરવામાં આવ્યું હતું. કેસ સાથે જોડાયેલા દસ્તાવેજો અને સૂત્રોમાંથી જાણવા મળ્યું છે કે આ બંને આરોપી એક જ ગેંગ માટે કામ કરતા હતા.