પાકિસ્તાનીઓ દ્વારા બ્રિટિશ યુવતીઓને ફસાવવા ચાલતી ગ્રુમિંગ ગેંગનો પદાર્ફાશ
બ્રિટનની એક કોર્ટમાં ૨ ટીનએજ છોકરીઓના કેસની સુનાવણી શરુ થઇ
ગેંગ્સના સભ્યોએ બ્રિટિશ ગોરી છોકરીઓ સાથે ગ્રુમિંગના નામે દોસ્તી કરી
માન્ચેસ્ટર,25 જાન્યુઆરી,2025,શનિવાર
બ્રિટનમાં કેટલાક પાકિસ્તાની યુવાઓ દ્વારા માસૂમ બ્રિટિશ યુવતીઓને ફસાવવા માટે ગ્રુમિંગ ગેંગ ચલાવવામાં આવતી હોવાનો પદાર્ફાશ થયો છે. આ ગેંગ્સના સભ્યો બ્રિટિશ ગોરી છોકરીઓ સાથે ગ્રુમિગના નામે દોસ્તી કરે છે. ફોસલાવી પટાવીને અનેક યુવતીઓના જીવન બરબાદ થયા છે. બ્રિટનની એક કોર્ટમાં ૨ ટીનએજ છોકરીઓના કેસની સુનાવણી શરુ થઇ છે. આ કેસમાં બ્રિટનની કોર્ટ દ્વારા પાકિસ્તાનીઓ દ્વારા સંચાલિત ગ્રુમિંગ ગેંગે લાંબા સમય સુધી સેકસ સ્લેવ બનાવીને રાખી હતી.
આ કેસ ૧૦ વર્ષ જેટલો જુનો છે. ટેસ્લા અને સ્પેસએકસના માલિક એલન મસ્કે આને લઇને બ્રિટિશ સરકારની ટીકા કરીને આરોપીઓ પર કાર્યવાહી નહી કરવાનો આરોપ મુકયો હતો. અદાલતમાં એક પછી એક મુદતના અનેક લોકો પર કાર્યવાહી થઇ છે જેમાં એશિયન મૂળના અને તેમાં પણ પાકિસ્તાનીઓ સંડોવાયેલા છે. નસ્લવાદી હોવાની છાપ ના પડે તે માટે યૌન અપરાધીઓનો શિકાર બનેલી છોકરીઓને પોલીસ અને સામાજિક કાર્યકર્તા ન્યાય અપાવવામાં નિષ્ફળ રહયા છે. યૌન દુરાચારને પણ અટકાવી શકયા નથી.
કોર્ટમાં ચાલતી સુનાવણી મુજબ રોશડેલમાં ૧૩ વર્ષની બે બ્રિટિશ યુવતીઓ પર બળાત્કાર અને યૌન શોષણના ૮ આરોપીઓએ ભયાનક શારીરિક અત્યાચાર કર્યા હતા. કોર્ટે ૮ લોકો પર ૫૬ યૌન અપરાધ કરવાનો આરોપ લગાવ્યો છે. ૨૦૦૧ થી ૨૦૦૬ દરમિયાન ૧૩થી વધુ ટીનએજ છોકરીઓનું યૌન શોષણ અને બળાત્કાર થયો હતો. માન્ચેસ્ટરના મિનશુલ સ્ટ્રીટ ક્રાઉન કોર્ટના જયૂરી મેમ્બરે જણાવ્યું હતું કે મોહમ્મદ જાહિદ નામની વ્યકિત ગ્રુમિંગ ગેંગ્સ ચલાવતો હતો. તેના સાગરિતો છોકરીઓને સેકસ માટે દૂરના સ્થળે મોકલતા હતા. છોકરીઓ તેને 'બોસમેન'ના નામથી ઓળખતી હતી.
આ આરોપી મોહમ્મદ જાહિદ, કાશીર બશીર, મુશ્તાક અહેમદ,રોહિજખાન, મોહમ્મદ શહજાદ, નિસાર હુસેન, નહીમ અકરમ અને અરફાનખાનનો સમાવેશ થાય છે. જો કે આ તમામ હજુ પણ આરોપોને ફગાવીને ગુનો સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે. છોકરીઓએ કોર્ટમાં નિવેદન આપતા જણાવ્યું હતું કે ગંદા ફલેટ,કાર, કાર પાર્કિગ એરિયા અને ગોદામ જેવા કોઇ અજાણ્યા સ્થળે લઇ જઇને રેપ કરવામાં આવતો હતો.