VIDEO : આવો ખેલ ના કરાય કોઈ દી! 20 ફૂટ લાંબો એનાકોન્ડા ખભે ઊંચકી લીધો
Image Source: Twitter
Green Anaconda: હાલમાં લોકો ઈન્ટરનેટ પર ખતરનાક પ્રાણીઓ કે સરિસૃપો સાથે ઘણા વીડિયો બનાવી રહ્યા છે. ચર્ચામાં બની રહેવા માટે લોકો પોતાનો જીવને જોખમમાં મૂકીને આવી રીલ્સ બનાવે છે. હવે એક વ્યક્તિએ સોશિયલ મીડિયા પર એક વિશાળ એનાકોન્ડા સાથે આવો જ એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેણે ઘણા લોકોનું પોતાના તરફ ધ્યાન ખેંચ્યું છે.
20 ફૂટ લાંબો એનાકોન્ડા ખભે ઊંચકી લીધો
એક વ્યક્તિએ વિશ્વનો સૌથી ભારે સાપ ગણાતા વિશાળ 20 ફૂટ લાંબા લીલા એનાકોન્ડાને પોતાના ખભા પર ઉઠાવી લઈને સોશિયલ મીડિયા પર લોકોને ચોંકાવી દીધા છે. હાલમાં જ એક વાયરલ રીલમાં માઈક હોલ્સ્ટન નામના એક વ્યક્તિ એક વિશાળ લીલા એનાકોન્ડાને ખંભે ઊંચકી લેતો નજર આવી રહ્યો છે. વિડિયોમાં તે ખુશીથી વિશાળ એનાકોન્ડાને ખભા પર ઉઠાવતો જોવા મળે છે, જે જીવલેણ સાબિત થઈ શકે છે.
ગળામાં ખતરનાર રીતે લપેટી રહ્યો એનાકોન્ડા
આ વ્યક્તિનું નામ માઈક હોલસ્ટન છે. ઈન્સ્ટાગ્રામ પર @therealtarzann નામના હેન્ડલથી તેણે એક વીડિયો શેર કર્યો છે. તેમાં તે એક ભારી ભરકમ વિશાળ એનાકોન્ડાને ખંભા પર ઉઠાવતો નજર આવી રહ્યો છે. સાપ પણ તેના શરીર અને ખભા પર ખતરનાક રીતે લપેટાયેલો દેખાય છે. જો નાની પણ ભૂલ થઈ જાય તો આ એનાકોન્ડા પોતાની પકડ મજબૂત કરીને વ્યક્તિને ગળી પણ શકતો હતો.
આ વ્યક્તિના ખતરનાક સાપ સાથેના અનેક વીડિયો છે..
માઈક હોલસ્ટને વિશ્વના સૌથી ભારે સાપ લીલા એનાકોન્ડાને ઊંચકીને ઈન્ટરનેટ પર લોકોને ચોંકાવી દીધા હતા. તે અવારનવાર સોશિયલ મીડિયા પર સાપ, મગર અને અન્ય ખતરનાક સરિસૃપ સાથેના ફોટા અને વીડિયો પોસ્ટ કરતો રહે છે. તેને સરિસૃપ પ્રેમી માનવામાં આવે છે.
યૂઝર્સે આપી અજીબોગરીબ પ્રતિક્રિયા
હવે આ વીડિયો પર અનેક યુઝર્સે પોતાની પ્રતિક્રિયા આપી છે. એક યુઝરે લખ્યું કે, આ સાપ એક સારા-ભલા માણસને આખો ગળી જશે. અન્ય એક યુઝરે કમેન્ટ કરી કે, શું ફિલ્મ એનાકોન્ડા માત્ર લોકોને ડરાવવા માટે હતી? લાગે છે તે ફિલ્મે લોકોને ખોટી જાણકારી આપી છે.