Get The App

'ગૂગલ નહીં સુધરે તો...' અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ગર્ભિત ધમકીથી ખળભળાટ

Updated: Aug 4th, 2024


Google NewsGoogle News
'ગૂગલ નહીં સુધરે તો...' અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ગર્ભિત ધમકીથી ખળભળાટ 1 - image


Donald Trump And Google News | અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગૂગલ દ્વારા તેમના સંબંધિત સમાચારો અને તસવીરોને સેન્સર કરવામાં આવતી હોવાનો આક્ષેપ લગાવ્યો છે. અઠવાડિયા પહેલા તેમણે કહ્યું હતું કે, ગૂગલ પર તેમના પર કરવામાં આવેલા હુમલાની તસવીરો શોધવી અસંભવ હતી. 

રિપબ્લિકન પાર્ટીના નેતા ડોનાલ્ડ ટ્રમ્પે એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે, 'ગૂગલ ખૂબ જ ખરાબ વ્યવહાર કરી રહ્યું છે. મને નથી લાગતું કે, ગૂગલ લાંબો સમય કામ કરી શકશે. તેમને 'શટ-ડાઉન' કરવાની ફરજ પાડવામાં આવશે.

કોંગ્રેસમાં ગૂગલ વિરૂદ્ધ પગલા લેવામાં આવશે અને ગૂગલે હવે ચેતવું પડશે.'ટ્રમ્પની આ ચેતવણીથી ખળભળાટ મચી ગયો છે. ઘણા જાણકારો તેને ટ્રમ્પની ગૂગલને ગર્ભિત ધમકી તરીકે જોઈ રહ્યાં છે. 

થોડા દિવસ પહેલા સોશિયલ મીડિયા સાઈટ એક્સ પર ઘણા યુઝર્સે ડોનાલ્ડ ટ્રમ્પને સેન્સર કરવામાં આવતા હોવાના આરોપ લગાવ્યા હતા. ગૂગલ કેટલીક સર્ચ અને ફોટાની જગ્યાએ અન્ય રિઝલ્ટ બતાવતું હોવાની ફરિયાદ અનેક યુઝર્સે કરી હતી. 

કેટલાક યુઝર્સે લખ્યું કે, ડોનાલ્ડ ટ્રમ્પ વિશે સમાચાર સર્ચ કરતી વખતે તેમને રિઝલ્ટમાં કમલા હેરિસના સમાચાર જોવા મળ્યા હતા. આ યુઝર્સમાં એક્સના માલિક ઈલોન મસ્કનો પણ સમાવેશ થતો હતો. 

ડેમોક્રેટિક પાર્ટીના સમર્થકોની ફરિયાદ હતી કે, કમલા હેરિસનું નામ સર્ચ કરતા તેમને ડોનાલ્ડ ટ્રમ્પના સમાચાર બતાવવામાં આવતા હતા. આ મુદ્દે ગૂગલે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, તેમનું ઓટોકમ્પ્લિટ ફીચર પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર કરવામાં આવેલા હુમલા મામલે કોઈ માહિતી દર્શાવતું નહતું. તેનું મુખ્ય કારણ હિંસક હુમલા વિરૂદ્ધની તેમની પોલીસી છે. આ મામલે ફરિયાદ બાદ તેમણે પગલા લીધા છે અને હવે સાચા રિઝલ્ટ જોવા મળી રહ્યાં છે.  


Google NewsGoogle News