Get The App

ગૂગલમાં કોસ્ટકટિંગના બહાને તાબડતોડ છટણીનો દોર, આ ટીમના 200 કર્મચારીઓએ નોકરી ગુમાવી

Updated: May 2nd, 2024


Google NewsGoogle News
ગૂગલમાં કોસ્ટકટિંગના બહાને તાબડતોડ છટણીનો દોર, આ ટીમના 200 કર્મચારીઓએ નોકરી ગુમાવી 1 - image
Image : IANS

Google New Lay Off: વિશ્વની અગ્રણી ટેક કંપની ગૂગલ થોડા દિવસો પહેલા, આખી પાયથન ટીમની છટણી માટે ચર્ચામાં રહ્યું હતું. ત્યારે હવે ફરી એકવાર કંપનીમાં મોટી છટણી થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. જેમાં ગૂગલે 200 કર્મચારીઓને નોકરીમાંથી છુટા કરી દીધા છે.

ગૂગલમાંથી 200 કર્મચારીઓએ નોકરી ગુમા

વિશ્વના સૌથી મોટા સર્ચ એન્જિન અને ટેક કંપની ગૂગલ (Google)માં છટણીઓનો દોર ચાલુ છે. ગૂગલે થોડા દિવસો પહેલા જ પાયથન ટીમમાંથી ઘણા સભ્યોને નોકરીમાંથી છુટા કરી દીધા હતા. ત્યારે હવે કંપનીમાંથી છટણીના મોટા સમાચાર આવ્યા છે. આ વખતે, ગૂગલમાંથી 200 કર્મચારીઓએ નોકરી ગુમાવી છે. સૂત્રો પાસેથી મળતા અહેવાલ મુજબ, આ છટણી ગૂગલ ક્યૂ 1 પરિણામો (Google Q1 Results) પહેલાં કરવામાં આવી છે.

પ્રથમ ક્વાર્ટર પરિણામો પહેલા જ જાહેરાત

ગૂગલે 25મી એપ્રિલે તેના પ્રથમ ક્વાર્ટરના આવકના અહેવાલ પહેલાં તેની કોર ટીમમાં મોટા પાયે છટણી કરી છે. એક અહેવાલ મુજબ, કંપનીએ ઓછામાં ઓછા 200 કર્મચારીઓનો બહારનો રસ્તો દેખાડી દીધો છે. આ ઉપરાંત, એવું પણ કહેવામાં આવે છે કે ગૂગલ તેની કેટલીક નિમણૂકો ભારત અને મેક્સિકોમાં ટ્રાન્સફર કરવાનું વિચારી રહી છે. ગૂગલમાં આ નવી છટણી અગાઉ ફ્લટર્સ, ડાર્ટ્સ અને પાયથોન ટીમોના કર્મચારીઓને દૂર કર્યા પછી જોવા મળી છે.

કર્મચારીઓને ઇ-મેઈલ મોકલી જાણકારી આપી

અહેવાલ મુજબ, ગૂગલ ડેવલપર ઇકોસિસ્ટમના વાઇસ પ્રેસિડેન્ટ અસીમ હુસેન દ્વારા છટણી (Layoff)ની જાહેરાત કરવામાં આવી હતી. અને ગયા અઠવાડિયે કંપનીના કર્મચારીઓને આ સંદર્ભે એક ઇ-મેઇલ મોકલીને જાણ કરવામાં આવી હતી. આ ઉપરાંત, તેમણે ટાઉનહોલમાં છટણી અને પરિવર્તન વિશે પણ વાત કરી હતી. હુસેને કહ્યું હતું કે 'આ વર્ષે તેની ટીમ માટે આ સૌથી મોટો આયોજિત છટણી છે.

શું કરે છે ગૂગલની કોર ટીમ છે?

ગૂગલની વેબસાઇટ અનુસાર, 'કોર' ટીમ કંપનીના મુખ્ય ઉત્પાદનો પાછળ ટેકનિકલ આધાર બનાવે છે. ટીમમાં ગૂગલમાં અંતર્ગત ડિઝાઇન, વિકાસકર્તા પ્લેટફોર્મ, ઉત્પાદન ઘટકો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેની વિશાળ જવાબદારી સંભાળે છે. નવી છટણીને લઈને જાહેર કરાયેલા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે હટાવેલી પોસ્ટમાંથી ઓછામાં ઓછી 50 પોસ્ટ, કેલિફોર્નિયાના સનવેલમાં કંપનીની ઓફિસમાં કાર્યરત એન્જિનિયરિંગ વિભાગોની છે.

કોસ્ટકટિંગના બહાને તાબડતોબ છટણી કરી

અગાઉ ગૂગલ દ્વારા કરવામાં આવલી છટણીમાં એક કે બે કર્મચારી સુધી સીમિત હતી, પરંતુ આ વખતે કંપનીએ એક આખી ટીમના કર્મચારીઓને જ નોકરીમાંથી છુટા કરી દીધા હતા. અહેવાલ મુજબ, ગૂગલે કોસ્ટકટિંગના બહાને પોતાની આખી પાયથન (Python) ટીમની છટણી કરી નાખી હતી. ઉલ્લેખનીય છે કે પાયથન ટીમ એન્જિનિયર્સનું એક ગ્રુપ છે, જે વિવિધ ઉત્પાદનોમાં વપરાયેલી પ્રોગ્રામિંગ લેંગ્વેજની ડિમાન્ડ સંભાળવાનું અને તેને સ્થિર રાખવાનું કામ કરે છે.

ગૂગલમાં કોસ્ટકટિંગના બહાને તાબડતોડ છટણીનો દોર, આ ટીમના 200 કર્મચારીઓએ નોકરી ગુમાવી 2 - image


Google NewsGoogle News