ગુગલ મેપ્સ 'ગલ્ફ ઓફ મેક્સિકો'ને હવે 'ગલ્ફ ઓફ અમેરિકા' તરીકે દર્શાવશે
- ગુગલનો નવો મેપ અમેરિકામાં ગલ્ફ ઓફ અમેરિકા દર્શાવશે, પરંતુ મેક્સિકોમાં તો તે ગલ્ફ ઓફ મેક્સિકો તરીકે જ દર્શાવાશે
વૉશિંગ્ટન (ડીસી) : ગુગલ હવે તેના નવા નકશાઓમાં અમેરિકામાં ગલ્ફ ઑફ મેક્સિકોને અમેરિકામાં ગલ્ફ ઓફ અમેરિકા તરીકે દર્શાવશે પરંતુ મેસ્કિકોમાં તો તે ગલ્ફ ઓફ મેક્સિકો તરીકે જ દર્શાવશે.
ગુગલને આ નિર્ણય તેટલા માટે લેવો પડયો છે કે થોડા દિવસો પૂર્વે અમેરિકા નવ નિર્વાચિત પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પે જાહેર કર્યું હતું કે હવે ગલ્ફ ઓફ મેક્સિકોનું નામ બદલી ગલ્ફ ઓફ અમેરિકા રાખવું જોઇએ. તે માટે તેઓએ ગૂગલને જણાવી પણ દીધું હતું. આથી ગુગલે તેના નવા નકશાઓમાં ગલ્ફ ઓફ મેક્સિકોનું નામ બદલી ગલ્ફ ઓફ અમેરિકા રાખ્યું.
આ સામે મેક્સિકોએ સખતનો વાંધો ઉઠાવતાં મેક્સિકોમાં દર્શાવાતા મેપમાં તો ગલ્ફ ઓફ મેક્સિકો જ રાખ્યું છે.
ગુગલને બીજાં કેટલાંક નામ પણ ફેરવવાં પડયાં છે. જેમ કે અમેરિકાના ૨૫મા પ્રેસિડેન્ટનાં નામ ઉપરથી આલાસ્કા સ્થિત સૌથી ઉંચા પર્વતનું નામ માઉન્ટ મેકીન્સી તરીકે ૧૯૧૭માં રાખ્યું હતું. પરંતુ ઓબામા વહીવટી તંત્રે ૨૦૧૫ સુધીમાં તે પર્વતનું નામ માઉન્ડ ડીનાવી રાખ્યું.
ટ્રમ્પે આવતાં સાથે જ ઘણાં ભૌગોલિક નામમાં ફેરફાર કરાવ્યા છે.
બીજી તરફ મેક્સિકોમાં પ્રમુખ ક્લોડીયા શીનબોએ વળતો વેધક કટાક્ષ કરતાં કહ્યું હતું કે હવે અમે અમેરિકાને મેક્સિકો અમેરિકા કહીશું.