ગૂગલને મોટો ઝટકો, એન્ટીટ્રસ્ટ કેસ હારી ગઈ, શું હવે એડ મેનેજર વેચવાનો વારો આવશે?
Big blow to Google: છેલ્લા કેટલાક સમયથી Googleની મુશ્કેલીઓ ઓછીનું નામ નથી લઈ રહી. કંપની એક મોટો કેસ હારી ગઈ છે, જે મોટોપોલી સાથે જોડાયેલો છે. આ ઉપરાંત કંપની એક અન્ય કેસમાં પણ આ જ આરોપનો સામનો કરી રહી છે, જેની ટ્રાયલ આ મહિનાના અંતમાં શરૂ થઈ શકે છે. આ સાથે કંપનીને જાપાનના ફેર ટ્રેડ કમિશન તરફથી પણ એક એન્ટિટ્રસ્ટ સ્ટોપ ઓર્ડર પણ મળ્યો છે.
ગુરુવારે એક ફેડરલ જજે પોતાનો ચૂકાદો આપતાં કહ્યુ કે, ગૂગલે એન્ટીટ્રસ્ટ એટલે કે વિશ્વાસના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે, અને ઓનલાઈન ટેક ઈન્ડસ્ટ્રીમાં ગેરકાયદેસર રીતે મોનોપોલી (એકાધિકાર) બનાવ્યો છે. વર્ષ 2023 માં ગૂગલે Ads દ્વારા $237.9 બિલિયનની કમાણી કરી છે.
ગુગલની કમાણી અન્ય કરતાં વધુ
આ રકમ Microsoft અને Baidu કરતાં ઘણી વધારે છે. જે ગૂગલના મુખ્ય સ્પર્ધકો છે. આ મામલે ગુગલ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આવું માત્ર ગૂગલ સાથે જ નથી થઈ રહ્યું, પરંતુ અન્ય ટેક પ્લેટફોર્મ પણ આવા કિસ્સાઓનો સામનો કરી રહ્યા છે.
Meta પર સોશિયલ મીડિયા સ્પેસમાં પોતાની મોનોપોલી બનાવવા અને કોમ્પિટિશનને ખતમ કરવાનો પણ આરોપ લાગ્યો છે. આ મામલે સુનાવણી ચાલી રહી છે. મેટા પર સોશિયલ મીડિયા સ્પેસમાં પોતાની પકડ જાળવી રાખવા માટે WhatsApp અને Instagram ખરીદીને માર્કેટમાં કોમ્પિટિશનને ખતમ કરવાનો આરોપ છે.
આ પણ વાંચો: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ નેતાની હત્યા, ભારતે ફટકાર લગાવતા કહ્યું- હવે બહાના બંધ કરો
શું ગૂગલને તેનો વ્યવસાય વેચવો પડશે?
કોર્ટના નિર્ણય પછી યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટ ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટ પર Google Ad Managerને વેચવા માટે દબાણ લાવી શકે છે. ન્યાય વિભાગે આ પહેલા આવી કાર્યવાહીનો સંકેત આપ્યો છે. જોકે, આ કિસ્સામાં ગૂગલનું કહેવું છે કે, અમે અડધો કેસ જીતી લીધો છે, અને બાકીના અડધા માટે અમે અપીલ કરીશું.