ગૂગલમાં નોકરી કેવી રીતે મેળવવી, પગાર કેટલો હશે?, લાયકાતથી લઈને ઈન્ટરવ્યુ સુધીની દરેક વિગતો જાણો

Updated: Feb 17th, 2024


Google NewsGoogle News
ગૂગલમાં નોકરી કેવી રીતે મેળવવી, પગાર કેટલો હશે?, લાયકાતથી લઈને ઈન્ટરવ્યુ સુધીની દરેક વિગતો જાણો 1 - image


Google Jobs: દર વર્ષે મોટી સંખ્યામાં યુવાનો ગૂગલમાં નોકરી માટે અરજી કરે છે. પરંતુ તેમાંથી ખૂબ જ ઓછા લોકો પસંદગી પામે છે. જેમાં અરજદારે ઘણા ટેસ્ટમાંથી પસાર થવું પડે છે. ગૂગલમાં નોકરી કરવાના ઘણા ફાયદા છે. એક તો તે મલ્ટીનેશનલ કંપની છે, ઉપરાંત ઈન્ટર્ન અને ફ્રેશર્સ પણ તેમની ક્ષમતા મુજબ દર મહિને લાખો રૂપિયાનો પગાર મેળવે છે. તેમજ રજાઓ અને અન્ય સુવિધાઓ પણ મળી રહે છે. તો ગૂગલમાં નોકરી મેળવવાની આખી પ્રક્રિયા સમજો. 

શું લાયકાત જોઈએ?

- ગૂગલ અનુભવી તેમજ બિનઅનુભવી એમાં બધાને નોકરીની તક આપે છે. તે માટે સૌથી પહેલા તો અંગ્રેજી ભાષાનું જ્ઞાન હોવું સૌથી મહત્ત્વનું છે. 

- તેમજ કમ્પ્યુટરની મૂળભૂત બાબતોથી લઈને પ્રોગ્રામિંગ સ્કીલ્સની જાણકારી પણ જરૂરી છે. 

- આ સિવાય મોટાભાગની પોસ્ટ માટે ગણિત આવડવું પણ જરૂરી છે. 

- આ ઉપરાંત તાર્કિક ક્ષમતાની સારી સમજ અને માનસિક અને શારીરિક રીતે ફિટ હોવું જરૂરી માનવામાં આવે છે. 

- તેમજ  દરેક પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત અલગથી નક્કી કરવામાં આવી છે.

ગૂગલ જોબ ગાઈડ થઇ શકે છે ઉપયોગી

તેના માટે સૌથી પહેલા તેની સત્તાવાર વેબસાઇટ google.com/careers ચેક કરો. ત્યારબાદ તમારી લાયકાત અને અનુભવ મુજબ અરજી કરો. જેમાં બધી જ વિગતો આપતું રેઝ્યૂમ અપલોડ કરો. રેઝ્યૂમમાં આપેલી માહિતી મુજબ યોગ્ય ઉમેદવારને ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવે છે.

ગૂગલમાં જોબ ઇન્ટરવ્યૂ કેવા હોય છે?

ગૂગલ જોબ આપતા પહેલા ઘણા ઇન્ટરવ્યુ રાઉન્ડ કરે છે. જેમાં મુખ્યત્વે બે બાબતોનું મૂલ્યાંકન કરવામાં આવે છે - (1) પસંદ કરેલી ભૂમિકા માટે તમારી યોગ્યતા અને (2) પ્રક્રિયા, ટીમ વર્ક અને કલ્ચરમાં તમે ફિટ બેસો છો કે નહી. ગૂગલ ઇન્ટરવ્યુનો પ્રથમ રાઉન્ડ ટેલિફોનિક છે. તે કોઈપણ ફોર્મેટ, ઑડિઓ અથવા વિડિયોમાં લઈ શકાય છે. તેમજ ઇન્ટરવ્યુ દરમિયાન તમારે આત્મવિશ્વાસ જાળવી રાખવો ખૂબ જ જરૂરી છે.

ગૂગલમાં કયા વિભાગોમાં હોય છે નોકરીની તક?

ગૂગલે મલ્ટીનેશનલ કંપની હોવાથી તેની ઓફિસ વિવિધ દેશોમાં છે. ભારતમાં ગૂગલની ઓફિસ ગુરુગ્રામ, મુંબઈ, બેંગલુરુ અને હૈદરાબાદમાં છે. જેમાં ગૂગલે ત્રણ વિભાગોમાં નોકરીની તકો પૂરી પડે છે. 

1. એન્જિનિયરિંગ

ગૂગલમાં ટેકનિકલ પ્રોફાઇલ્સ માટે, સોફ્ટવેર એન્જિનિયર, સ્ટેટિક ટાઇમિંગ એનાલિસ્ટ, એપ્લિકેશન ડેવલપર, પ્રોડક્ટ મેનેજર જેવી પોસ્ટ પર હાયરિંગ કરવામાં આવે છે.

2.  વ્યવસાય

ગૂગલ બિઝનેસ અથવા માર્કેટિંગ વિભાગ હેઠળ ક્વોન્ટિટેટિવ ​​બિઝનેસ, બિઝનેસ મેનેજર, બિઝનેસ એનાલિસ્ટ, સેલ્સ સ્ટ્રેટેજી મેનેજર જેવી બિન-તકનીકી નોકરીઓ માટે અરજી કરી શકાય છે. 

3. ડિઝાઇન

તમે ગૂગલમાં યુઝર ઇન્ટરફેસ ડિઝાઇનર, યુઝર એક્સપીરિયંસ ડિઝાઇનર, યુઝર એક્સપીરિયંસ લેખક, વિઝ્યુઅલ ડિઝાઇનર, યુઝર એક્સપીરિયંસ રિસર્ચર જેવા પદ પર પણ કામ કરી શકો છો.

ગૂગલમાં નોકરી કેવી રીતે મેળવવી, પગાર કેટલો હશે?, લાયકાતથી લઈને ઈન્ટરવ્યુ સુધીની દરેક વિગતો જાણો 2 - image


Google NewsGoogle News