Google ફ્લેટ વ્હાઇટ કૉફી ડે પર બનાવ્યુ ખાસ ડૂડસ, જાણો ખાસિયત અને ઇતિહાસ
નવી દિલ્હી,તા. 11 માર્ચ 2024, સોમવાર
આજે એટલે કે 11 માર્ચ, 2024 ના રોજ, ગૂગલે એક ખાસ શૈલીમાં એનિમેટેડ ડૂડલ તૈયાર કર્યું છે. ડૂડલ દ્વારા, Google ફ્લેટ વ્હાઇટ કોફી ડેની ઉજવણી કરી રહ્યું છે, જે એક લોકપ્રિય એસ્પ્રેસો-બેસ્ડ ડ્રીંક છે.11 માર્ચ સમગ્ર વિશ્વમાં ફ્લેટ વ્હાઇટ કોફી તરીકે ઉજવવામાં આવે છે.
જાણીએ આ ડ્રીંક વિશે...
આ ડ્રિંકની શરૂઆત સૌપ્રથમ ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં થઈ હતી. આ ડૂડલ ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં જોવા મળશે.
ફ્લેટ વ્હાઇટ કોફી ડેનો ઇતિહાસ
ફ્લેટ વ્હાઈટ કોફી એ ગરમ દૂધથી બનેલી કોફી છે. એવું માનવામાં આવે છે કે આ પીણું સૌપ્રથમ 1980ના દાયકામાં સિડની અને ઓકલેન્ડના મેનુમાં દેખાયું હતું ફ્લેટ વ્હાઈટ કોફી ડેનો 2011માં ઓક્સફોર્ડ ઈંગ્લિશ ડિક્શનરીમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.
ફ્લેટ વ્હાઇટ કોફી કેવી રીતે બને છે?
આ કોફી સફેદ એસ્પ્રેસો શૉટથી બનેલી છે જેમાં ઉકાળેલા દૂધ અને માઇક્રો-ફોમની એક પાતળી પરત બને છે અને પારંપરિક રુપથી સિરેમિક કપમાં પીરસવામાં આવે છે. ફ્લેટ વ્હાઇટ ખાસ કરીને તે લોકો માટે છે જેઓ તેમની કોફીમાં ઓછું ફીણ ઇચ્છે છે. ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડના ઘણા કાફેમાં આ કોફી લોકપ્રિય છે.