ટ્રમ્પ અને મસ્ક સાથે પિચાઈનો ફોન કૉલ, બાદમાં તમામ કર્મચારીઓને મેસેજ ડિલીટ કરવાનો ગૂગલનો આદેશ
Google Mesasge Delete: ગૂગલ દ્વારા તાજેતરમાં તેમના કર્મચારીઓને તમામ મેસેજ ડિલીટ કરવા માટે કહેવામાં આવ્યું છે. ગૂગલના CEO સુંદર પિચાઈએ તાજેતરમાં જ અમેરિકાના પ્રમુખ તરીકે ચૂંટાયેલા ડોનાલ્ડ ટ્રમ્પને ફોન કરીને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. એ વખતે ઇલોન મસ્ક પણ કોન્ફરન્સ કોલમાં જોડાયા હતા. આ સમાચાર બાદ ગૂગલ દ્વારા તેમના કર્મચારીઓને તમામ મેસેજ ડિલીટ કરવા માટે કહેવામાં આવ્યું છે.
ગૂગલ સાથેનો વિવાદ
ગૂગલ સાથેનો વિવાદ આજનો નથી. 2008માં જ્યારે ગૂગલે યાહૂ સાથે એડવર્ટાઇઝિંગ માટે ડીલ કરી હતી ત્યારથી એ પર એન્ટી ટ્રસ્ટના આરોપો લગાવાયા છે. આ સમયે પણ એડ્સમાં મોનોપોલી હોવાનું કહીને માર્કેટમાં હરીફાઈ ન હોવાનો ગૂગલ પર આરોપ છે. આ કારણસર તેને જબરદસ્તીથી ક્રોમ બ્રાઉઝર અને એન્ડ્રોઇડ વેચવા માટે કહ્યું હોઇ શકે છે. તે સમયે ગૂગલ દ્વારા કર્મચારીઓને કહેવામાં આવ્યું હતું કે કોઈ પણ ટોપિક વિશે સંપૂર્ણ માહિતી ન હોય ત્યાં સુધી એ વિશે વાત કરવાનું ટાળવું.
ગૂગલની સિસ્ટમમાં બદલાવ
ગૂગલ દ્વારા તાજેતરમાં જ તેમની ઇન્ટર્નલ સિસ્ટમમાં ફેરફાર કરાયો હતો. ગૂગલ દ્વારા તેમના કર્મચારીઓ સાથે મેસેજ પર વાત કરવા માટે એક ટૂલ બનાવવામાં આવ્યું છે, જેનું સેટિંગ્સ બાય ડિફોલ્ટ હવે ‘ઓફ ધ રેકોર્ડ’ કરી દેવામાં આવ્યું છે. એટલે કે કર્મચારીઓ દ્વારા જે પણ વાત કરાશે તે 24 કલાકમાં ડિલીટ થઈ જશે. તેમના તમામ ડોક્યુમેન્ટ પર ‘એટર્ની-ક્લાઈન્ટ પ્રિવિલેજ’નું લેબલ લગાવવું પડશે અને ગૂગલના વકીલને દરેક જગ્યાએ ઉલ્લેખ કરવો પડશે.
કાયદાની આંટીઘૂંટીથી દૂર
અમેરિકાનો કાયદો છે કે કંપનીઓએ દરેક ડોક્યુમેન્ટ સાચવીને રાખવા માટે કાયદાની આંટીઘૂંટીથી દૂર રહી શકાય. જો કે આ ડોક્યુમેન્ટ જ કાયદાની આટીઘૂટીમાં ફસાવી શકે એમ હોવાથી ગૂગલે ઇન્સ્ટન્ટ મેસેજિંગ સર્વિસમાં બદલાવ કર્યાં છે. ગૂગલ દ્વારા ચેટ હિસ્ટ્રી બંધ કરી દેવામાં આવી છે. કર્મચારી ઇચ્છે તો એને એક્ટિવેટ કરી શકે છે. એક ટ્રાયલમાં જાણ થઈ હતી કે ઘણા કર્મચારીઓએ તેમના મહત્ત્વના મેસેજથી હાથ ધોવા પડ્યા છે. જજ દ્વારા ગૂગલની આ પ્રેક્ટિસને ખોટી ગણાવવામાં આવી હતી.
પોલિસી પર વિવાદ
ગૂગલ અને એપિક ગેમ્સ વચ્ચેના વિવાદમાં, કોર્ટમાં ચાલી રહેલા ટ્રાયલમાં ગૂગલની પોલિસી પર સવાલ ઉઠાવ્યા છે. ગૂગલની પોલિસી તે રીતે બનાવવામાં આવી છે કે તેની મદદથી ડેટા ડિલીટ કરી શકાય. ગૂગલના ટોપ વકીલ દ્વારા જણાવાયું હતું કે સામાન્ય કંપની પર આવતા ઇમેલની તુલનામાં ગૂગલના એક કર્મચારી પર 13 ગણાં વધુ ઇમેલ આવે છે. આથી ઇમેલ ડિલીટ કરવા પડે છે.
શબ્દો પર પ્રતિબંધ
ગૂગલ દ્વારા તેમના કર્મચારીઓને અમુક શબ્દોનો ઉપયોગ ન કરવા માટે કહેવામાં આવ્યું છે. કંપનીના ઇન્ટરનલ કોમ્યુનિકેશનમાં "વોર", "માર્કેટ", "માર્કેટ શેર", "ડોમિનન્સ" અને "સ્પોર્ટ્સ" જેવા શબ્દોનો ઉપયોગ ન કરવાની સલાહ આપવામાં આવી છે.
આ પણ વાંચો: ગૂગલના CEO સુંદર પિચાઈએ ડોનાલ્ડ ટ્રમ્પને ફોન કર્યો, મસ્ક પણ જોડાયા કોન્ફરન્સ કોલમાં
ડોક્યુમેન્ટ સાચવવાની રીત પર કોર્ટે ઉઠાવ્યા સવાલ
અમેરિકાના જસ્ટિસ ડિપાર્ટમેન્ટ દ્વારા ગૂગલ સર્ચ એન્જિન ડોમિનન્સ માટે કેસ કરવામાં આવ્યો છે. કોર્ટ દ્વારા ઉઠાવાયેલા સવાલમાં, ગૂગલ દ્વારા ઘણાં ડોક્યુમેન્ટને પ્રિવિલેજ હેઠળ રાખવામાં આવ્યા છે, જેને જાહેર પ્લેટફોર્મ પર ન લાવી શકાય. જસ્ટિસ ડિપાર્ટમેન્ટના આરોપોને ધ્યાને રાખીને ગૂગલને કે તેમના ડોક્યુમેન્ટ કોઈ પ્રિવિલેજ હેઠળ નથી આવતાં.