સુનિતા વિલિયમ્સ જલદી જ પૃથ્વી પર પાછી ફરશે! NASAએ આપ્યા ગુડ ન્યૂઝ
Sunita Williams: અંતરીક્ષમાં ફસાયેલા સુનિતા વિલિયમ્સની વાપસીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. નાસા અને સ્પેસએક્સ એજન્સીના સ્પેસએક્સ ક્રૂ-9 અંતરીક્ષ યાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરને શક્ય તેટલી વહેલી તકે સુરક્ષિત રીતે પાછા લાવવા માટે ઝડપથી કામ કરી રહ્યા છે.
NASAએ જાણકારી આપી છે કે, બંને અંતરીક્ષ યાત્રીઓને નિર્ધારિત સમય પહેલા પૃથ્વી પર પાછા લાવી શકાય છે. બંને અંતરીક્ષ યાત્રીઓ ગત વર્ષે જૂનથી અંતરીક્ષમાં ફસાયેલા છે.
NASAએ મંગળવારે કહ્યું કે, સ્પેસએક્સ આગામી અંતરીક્ષ યાત્રીની ઉડાન માટે કેપ્સૂલ બદલશે જેથી બુચ વિલ્મોર અને સુનિતા વિલિયમ્સને માર્ચના અંતમાં અથવા એપ્રિલની શરુઆતમાં નહીં, પરંતુ માર્ચના મધ્યમાં પૃથ્વી પર પરત લાવી શકાય.
10 દિવસની અંતરીક્ષ યાત્રા પર ગઈ હતી સુનિતા વિલિયમ્સ
બુચ વિલ્મોર અને સુનિતા વિલિયમ્સ જૂન 2024માં બોઇંગના સ્ટારલાઇનર અવકાશ યાનમાં સવાર થઈને ISS માટે રવાના થયા હતા. બંને અંતરીક્ષ યાત્રીઓને અંતરીક્ષમાં માત્ર 10 જ દિવસ વિતાવવાના હતા.
સ્પેસ સ્ટેશન પર પહોંચ્યા બાદ નાસા અને બોઇંગે અંતરીક્ષ યાનની સમસ્યાઓને વધુ સારી રીતે સમજવા માટે અઠવાડિયા સુધી કામ કર્યું પરંતુ આખરે નક્કી કર્યું કે સ્ટારલાઇનરને ક્રૂ સાથે પરત કરવું ખૂબ મુશ્કેલ છે.
આ પણ વાંચો: 'વેચાઈ ગયા છે બધા..', શરદ પવારે એકનાથ શિંદેને એવોર્ડ આપ્યો તો ઉદ્ધવ સેનાએ કર્યો કટાક્ષ
નાસાએ મંગળવારે જણાવ્યું કે, એજન્સીનું ક્રૂ-10 લોન્ચ હવે મિશનની તૈયારીઓ પૂર્ણ થયા પછી અને એજન્સીની ફ્લાઇટ રેડીનેસ પ્રક્રિયાની માન્યતા પૂર્ણ થયા પછી 12 માર્ચે કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
સુનિતા વિલિયમ્સની વાપસી પર ટ્રમ્પ સતત લઈ રહ્યા છે અપડેટ
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ સતત સુનિતા વિલિયમ્સની વાપસી અંગે માહિતી લઈ રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે 'ટ્રુથ સોશિયલ' પર જણાવ્યું હતું કે તેમણે ઇલોન મસ્કની કંપની સ્પેસએક્સને માર્ચના અંત સુધીમાં બંને અંતરીક્ષ યાત્રીઓની વાપસી સુનિશ્ચિત કરવા કહ્યું છે.
આશા છે કે તેઓ બધા ત્યાં સુરક્ષિત હશે. આ અંતરીક્ષ યાત્રીઓ લાંબા સમયથી વાપસીની રાહ જોઈ રહ્યા છે. બીજી તરફ ઇલોન મસ્કે પણ પોતાની એક પોસ્ટમાં કહ્યું છે કે, આ ખૂબ જ ભયાવહ છે કે બાઇડેન વહીવટીતંત્રે આ અંતરીક્ષ યાત્રીઓને લાંબા સમયથી ત્યાં છોડી દીધા છે.