ફ્રાંસમાં મળ્યું 'ગોલ્ડન ઘૂવડ' , 30 વર્ષથી ચાલતી હતી શોધવાની અનોખી હરિફાઇ
આ હરિફાઇ જેવી પ્રવૃતિમાં દુનિયા ભરના હજારો લોકોએ ભાગ લીધો હતો
સોનાના ઘૂવડની મુર્તિએ સૌને ઘેલું લગાડયું હતું.
પેરિસ,5 ઓકટોબર,2024,શનિવાર
30 વર્ષ પહેલા દફન કરવામાં આવેલા સોનાના ઘૂવડની મુર્તિ મળી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ફ્રાંસમાં સોનાના માયાવી ઘૂવડની મુર્તિની શોધ શરુ થઇ હતી. છે. 1993માં શરુ થયેલી આ હરિફાઇ જેવી પ્રવૃતિમાં દુનિયા ભરના હજારો લોકોએ ભાગ લીધો હતો. સોનાના ઘૂવડની મુર્તિએ સૌને ઘેલું લગાડયું હતું. દરેકને 11 અટપટ્ટી વાર્તાની એક સીરિઝ સમજાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ વાર્તામાં એવા સંકેત આપવામાં આવ્યા હતા જે ઘૂવડની મુર્તિ સુધી પહોંચાડતા હતા. આ કોઇ પ્રાચીન ખજાનો નહી પરંતુ પ્રતિયોગિતા હતી. ખજાનો શોધવાની સ્પર્ધા 'ગોલ્ડન આઉલ' તરીકે જાણીતી બની હતી. આ પ્રતિયોગિતનો વિચાર એક સસ્પેન્સ પુસ્તકમાંથી આવ્યો હતો.
ખજાના શોધની સત્તા ચેટલાઇન પર પુસ્તકના ચિત્રકાર માઇકલ બેકરે એ પોસ્ટમાં પુષ્ટિ કરી હતી કે 'ગોલ્ડન આઉલ' ખોદકામ દરમિયાન મળી આવ્યું છે. માટે હવે કોઇએ આ સ્થળે પ્રવાસ કરીને ખોદકામ કરવાનો પ્રયાસ વ્યર્થ છે.આ એક પઝલ કહાની જેને ઉકેલનારાને સોનાનું ઘૂવડ ભેટ મળવાનું છે જેની કિંમત 1 કરોડ અને 38 લાખ છે. 3 દાયકા સુધી ચાલેલી આ પ્રતિયોગિતાની સોશિયલ મીડિયામાં ચર્ચા ચાલી રહી છે.