VIDEO: માલીમાં બીજી ભયાનક દુર્ઘટના! સોનાની ખાણ ધસી પડતા 48ના મોત, અનેક લોકોને ઈજા
Mali Gold Mine Collapse : માલીના પૂર્વ વિસ્તારમાં સોનાની ખાણ ધસી પડતા 48 લોકના મોત અને અનેક લોકોને ઈજા થઈ હોવાના અહેવાલો સામે આવ્યા છે. માલીના મીડિયા અને અધિકારીઓએ કેનિએબા જિલ્લામાં સોનાની ખાણ ધસી પડી હોવાની માહિતી આપી છે.
અધિકારીઓએ મોતની પુષ્ટી કરી
માલીની ટેલિવિઝન ચેનલના રિપોર્ટમાં જણાવાયું છે કે, કેનિએબા જિલ્લા સ્થિત બિલાલી કોટો નામના સ્થળે ખાણ ધસી પડી છે, જેમાં 48 લોકોના મોત અને અનેક લોકો ઈજા થયા છે. માલીમાં આ વર્ષે આ બીજી ભયાનક દુર્ઘટના બની છે. કેનિએબા ક્ષેત્રના અધિકારી મોહમ્મદ ડિકોએ એસોસિએટેડ પ્રેસ પાસેથી ઘટનાની પુષ્ટી કરી છે અને કહ્યું કે, ઘટનામાં 48 લોકોના મોત થયા છે.
આ પણ વાંચો : ‘અમેરિકામાંથી દેશનિકાલ કરાયેલા કેટલાક યુવકોના માથે પાઘડી ન હતી’ કેબિનેટ મંત્રીનો દાવો
ખાણનું સંચાલન ચીનના નાગરિકના હાથમાં
ખાણ સંબંધીત નેતા ફલાય સિસોકોએ કહ્યું કે, ‘બિલાવી કોટોમાં શનિવારે રાત્રે ખીણ ધસી પડી હતી. ચીનના નાગરિક દ્વારા સંચાલિત ખાણમાં ભૂસ્ખલન થયું.’ ડિકોએ કહ્યું કે, ‘અધિકારીઓ એવી પણ તપાસ કરી રહ્યા છે કે, ચીનના નાગરિક દ્વારા સંચાલિત ખાણમાં કાયદાકીય રીતે સંચાલન થઈ રહ્યું હતું કે નહીં.’
ગત મહિને પણ માલીમાં ભૂસ્ખલનની ઘટના બની હતી
માલીમાં ગત મહિને પણ ભૂસ્ખલનની ઘટા બની હતી, જેમાં અનેક લોકોના મોત થયા છે. 29 જાન્યુઆરીના રોજ કૂલિકોરો વિસ્તારમાં ભૂસ્ખલન થયું હતું, જેમાં સોનાની ખાણમાં કામ કરી રહેલા અનેક શ્રમિકોના મોત થયા હતા. આ દુર્ઘટનામાં મોટાભાગની મહિલાઓ હતી. ગત વર્ષે જાન્યુઆરીમાં બમાકો પાસે ગેરકાયદે ખાણ ધસી પડી હતી, જેમાં 70થી વધુ લોકોના મોત થયા હતા.
માલીની 10% વસ્તી રોજગારી માટે સોનાની ખાણ પર નિર્ભર
અમેરિકન બિઝનેસ ડિપાર્ટમેન્ટના રિપોર્ટ મુજબ, માલીથી આયાત થતું સોનું સૌથી મહત્ત્વપૂર્ણ છે. માલીની 10 ટકાથી વધુ વસ્તીની રોજગારી સોનાની ખાણ પર જ નિર્ભર છે. અમેરિકામાં 2021માં જેટલા સોનાની આયાત થઈ હતી, જેમાં 80 ટકા હિસ્સો માલીથી આયાત થયો હતો.
🇲🇱 At least 48 people killed in a gold mine collapse in Mali, local media reports
— AMK News (@AmkBreaking) February 16, 2025
The accident occurred on Saturday at an illegally mined site in Bilalkoto. According to the media, a Caterpillar excavator fell on a group of women who were searching for gold in a pit.
The mine,… pic.twitter.com/TlFfuOMXfl
અમેરિકાએ ભારતને આપ્યો મોટો ઝટકો, 21 મિલિયન ડૉલરનું ફન્ડિંગ બંધ કરવાની જાહેરાત