Get The App

ભારત કરતા પણ આ દેશમાં સોનુ સસ્તું મળે છે, નામ અને નિયમો જાણવા જરુરી

વિશ્વનિય સૂત્રો દ્વારા જ બજારમાંથી સોનું લેવું સલાહ ભરેલું છે

દેશનો વેપાર નિયમો સુસંગત અને કાયદેસર કેટલાક તે જોવું જરુરી

Updated: Jul 29th, 2024


Google NewsGoogle News
ભારત કરતા પણ આ દેશમાં સોનુ સસ્તું  મળે છે, નામ અને નિયમો જાણવા જરુરી 1 - image


નવી દિલ્હી,૨૯ જુલાઇ,૨૦૨૪,સોમવાર 

ભારતમાં સોનાના દાગીના સામાજિક રિત રિવાજોમાં પણ મહત્વના હોવાથી ઓછા વત્તા પ્રમાણમાં બધાને જરુર પડે છે. આથી જ તો સોનાના ભાવ પર મધ્યમવર્ગ હોય કે ધનવાન વર્ગ દરેકની નજર હોય છે. ભારતમાં સોનાની કુલ જરુરીયાત કરતા ઓછું પ્રોસેસ થતું હોવાથી સોનાની આયાત કરવામાં આવે છે. કેટલાક દેશો એવા છે જયાં ભારતમાં મળતા સોનાની કિંમત કરતા ઓછા ભાવમાં મળે છે. દૂબઇ,મલાવી કોલંબિયા,ઓસ્ટ્રેલિયા અને ઇન્ડોનેશિયામાં ભારત કરતા ઓછી કિંમત હોવાનું જણાય છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર દુબઇમાં ૧૦ જુલાઇના રોજ ૨૪ કેરેટ સોનાના એક ગ્રામની કિંમત ૫૭૭૯ રુપિયા જેટલી હતી. મલાવીમાં ૨૪ કેરેટ સોનાના એક ગ્રામની કિંમત ૬૩૪૬,ઓસ્ટ્રેલિયામાં ૬૩૪૭, કોલંબિયામાં ૬૩૫૧ અને ઇન્ડોનેશિયામાં ૬૩૫૯ રુપિયા છે. જો કે કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે ગોલ્ડન ધાતુને ખરીદતા પહેલા કેટલીક સાવધાની પણ રાખવી જરુરી છે. સોનુ ખરીદવાની લ્હાયમાં છેતરપિંડી પણ થતી હોય છે. સોનુ ખરીદવા અને લાવવાના નિયમો, સુકયોરિટી, ટેકસ તેમજ બીલ અંગે જે તે દેશ અંગે પહેલાથી સ્ટડી કરવો જરુરી બને છે. 

ભારતીય કાયદાઓ અને કસ્ટમના નિયમો સાથે જે તે દેશના વેપાર નિયમો સુસંગત અને કાયદેસર કેટલાક છે તે પણ જાણવું આવશ્યક છે. આપ સીમા શૂલ્ક અને ટ્રાવેલિંગ દરમિયાન વિશ્વનિય સૂત્રો દ્વારા જ બજારમાંથી સોનું લેવું સલાહ ભરેલું છે. કેટલીક વાર ઓનલાઇન અને ઓફલાઇન એમ બંને ડિલ કરવામાં આવતી હોય છે જેમાં ઓફલાઇનની સરખામણીમાં ઓનલાઇનમાં વધારે ફાયદો થતો હોય છે પરંતુ ડીલર અને પેમેન્ટ અંગે પહેલાથી ખાતરી કરવી જરુરી બને છે. ઝવેરાત કરતા સોનાના સિક્કા અને બુલિયન ખરીદવા સારા માનવામાં આવે છે.


Google NewsGoogle News