ટ્રક જેવડી કાર, બેસવા માટે સીડીની જરૂર પડતી હશે! વિશ્વાસ ન આવે તો જુઓ VIDEO
આ કાર સાઈઝમાં એટલી મોટી અને ઉંચી છે કે કાર નહીં પણ ટ્રક વધારે લાગે છે
આ કારને રીવર્સ કરવામાં પણ ખુબ મુશ્કેલી પડી રહી છે. રોડ પર પોલીસ પણ જોવા મળી છે
દુનિયામાં ઘણી એવી ગાડીઓ છે જેનો દેખાવ અને ડિઝાઇન એકબીજાથી અલગ છે અને તેને પસંદ કરનારા લોકો ખૂબ છે. ગાડી બનાવતી કંપની પણ તેમની કારને અન્ય વાહનોથી અલગ પાડવા માટે વિવિધ ફેરફારો કરતા હોય છે. તેવામાં હાલમાં જ એક કારનો વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. એ કાર એટલી મોટી છે કે તમે તેને જોશો તો વિચારમાં પડી જશો કે આ ગાડી નહીં પરંતુ ટ્રક વધારે લાગે છે. એ એટલી ઉંચી છે કે તેની પાસે માણસ પણ કીડી જેવડો દેખાય છે.
સોશિયલ મીડિયા પર તેનો વીડિયો આગની જેમ પ્રસરી રહ્યો છે. જેમાં એક પહાડ જેવી ઊંચી કાર રોડ પર ફરતી જોવા મળી છે. આ કાર સાઈઝમાં એટલી મોટી અને ઉંચી છે કે કાર નહીં પણ ટ્રક વધારે લાગે છે. જોકે, વીડિયોમાં જોઈ શકાય છે કે, આ કારને રીવર્સ કરવામાં પણ ખુબ મુશ્કેલી પડી રહી છે. રોડ પર પોલીસ પણ જોવા મળી છે.
આ વિશાળ ગાડી જોઈને ચોંકી જશો
તમેન જણાવી દઈએ કે આ એક હમર કાર છે. ઘણી ફિલ્મમાં પણ તમે આ કારને જોઈ હશે. ભારતમાં પણ ઘણા સેલીબ્રીટી પાસે આ કાર છે. આ હમર કાર યુનાઈટેડ અરબ અમીરાતના શેખ હમદ બિન હમદલ અલ નહયાતની છે, જે બે રોડ બરાબરની જગ્યા રોકે છે. તેને સરળતાથી ચલાવી પણ શકાય છે. આ કાર 14 મીટર લાંબી અને 5 મીટર ઉંચી છે.
આ વીડિયો વાયરલ થયો છે જેમાં 2 કરોડથી પણ વધારે વ્યુઝ છે. ઘણા લોકોએ કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી છે. ઘણા લોકોને તો આ હમર ફેક લાગી હતી. એક વ્યક્તિ એ તો એવું કહ્યું કે જ્યારે લોકોને ગાડી ચાલવા બહાર જવું હશે ત્યારે રોડ બંધ કરવો પડતો હશે. તો એક યૂઝરે કહ્યું કે આ હમર બસ લાગે છે. બીજાએ કહ્યું કે એક વ્યક્તિ તેની પાસેથી નીકળે છે એ કેટલો નાનો દેખાય છે. અગાઉ UAEના કેટલાક અન્ય વીડિયો પણ વાયરલ થઈ ચૂક્યા છે. જેમાં એક વ્યક્તિ પૈસા ભરેલી બેગ સાથે કારના શોરુમમાં શાકભાજીની જેમ કારની ખરીદી કરતો નજરે પડે છે.