Get The App

રશિયાની સામે અમેરિકા-જર્મનીએ હાથ મિલાવ્યાઃ યુક્રેનને યુદ્ધ ટેન્ક આપવા તૈયાર

Updated: Jan 25th, 2023


Google NewsGoogle News
રશિયાની સામે અમેરિકા-જર્મનીએ હાથ મિલાવ્યાઃ યુક્રેનને યુદ્ધ ટેન્ક આપવા તૈયાર 1 - image


નવી દિલ્હી, તા. 25 જાન્યુઆરી 2023, બુધવાર

યુક્રેન-રશિયા યુદ્ધ વચ્ચે અમેરિકા અને જર્મની હવે જાહેરાત કરવા માટે તૈયાર છે કે મોસ્કોનો સામનો કરવા માટે તે કિવને પોતાની મુખ્ય યુદ્ધ ટેન્ક પ્રદાન કરશે. બંને દેશો વચ્ચે શક્તિશાળી હથિયારો આપવા અંગે સમજૂતી થઈ છે. એવી સંભાવના છે કે બુધવારના રોજ બંને દેશો યુક્રેનને લેપર્ડ-2 ટેન્ક અને એમ 1 અબ્રામ્સ ટેન્ક મોકલવાની જાહેરાત કરી શકે છે. 

મળતી માહિતી મુજબ બાઈડેન વહીવટીતંત્ર દ્વારા બુધવારના રોજ જાહેરાત કરવાની આશા છે કે તે યુક્રેનને એમ 1 અબ્રામ્સ ટેન્કની ઓફર કરશે. જર્મનીએ ભાર આપીને કહ્યું હતું કે તે આ પ્રકારની ટેન્ક આપતો એકમાત્ર દેશ બનવા માંગતો નથી. તે યુક્રેનને લેપર્ડ-1 શ્રેણીનું 14 A6 ટેન્ક મોકલશે. 

અમેરિકા અને રશિયાના આ પગલાથી યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેન્સકીના દળોને પ્રોત્સાહન મળશે અને તેમને નવી આક્રમક ક્ષમતાઓ મળશે. કારણ કે હવે યુક્રેનમાં લડાઈ શહેરી કેન્દ્રોથી પૂર્વ તરફ ખસેડાઈ ગઈ છે જ્યાં 24 ફેબ્રુઆરીના રોજ રશિયન આક્રમણ થયું હતું.

એવી અપેક્ષા છે કે આ ટેન્કો દ્વારા યુક્રેન હવે રશિયન સેના પર દૂરથી હુમલો કરી શકશે અને રશિયાના હુમલાનો પ્રતિકાર કરી શકશે. યુક્રેનના લશ્કરી અધિકારીઓને ડર છે કે રશિયા શિયાળા પછી યુક્રેન પર નવા આક્રમણની યોજના બનાવી શકે છે. તેમને એવી પણ અપેક્ષા છે કે આ ટેન્કો મેળવીને તેઓ રશિયાની યોજનાઓને નિષ્ફળ બનાવી શકે છે.

અમેરિકા અમે જર્મનીના આ નિર્ણયથી NATO દેશો વચ્ચેના અણબનાવને દૂર કરવામાં મદદ મળશે જે ટેન્ક મોકલવાના મુદ્દા પર બે જૂથમાં વહેંચાતા જોવા મળ્યા હતા. હવે અન્ય યુરોપિયન દેશો પણ ટેન્ક મોકલવાના મુદ્દા પર આગળ વધી શકશે. NATO પહેલાથી જ આ વ્યૂહરચના પર કામ કરી રહ્યું છે કે રશિયન રાષ્ટ્રપતિ પુતિનને યુદ્ધના મોરચે સમગ્ર વિશ્વથી અલગ પાડી દેવામાં આવે. 


Google NewsGoogle News