Get The App

જર્મનીમાં ક્રિસમસ બજારમાં લોકોની ભીડ પર કાર ફરી વળી, અત્યાર સુધીમાં 5નાં મોત, 200થી વધુ લોકો ઈજાગ્રસ્ત

Updated: Dec 21st, 2024


Google NewsGoogle News
જર્મનીમાં ક્રિસમસ બજારમાં લોકોની ભીડ પર કાર ફરી વળી, અત્યાર સુધીમાં 5નાં મોત, 200થી વધુ લોકો ઈજાગ્રસ્ત 1 - image


Germany Car Accident News | જર્મનીના મેગડેબર્ગમાં ક્રિસમસ માર્કેટમાં ખરીદી કરતાં લોકોની ભીડ પર એક ડૉક્ટરની કાર ફરી વળી હતી, આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા પાંચ લોકોના મોત થયા છે, જ્યારે 200થી વધુ લોકો ઘાયલ થયા છે.

શુક્રવારે સાંજે થયેલા હુમલા બાદ હુમલાખોરની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે જર્મનીના ગવર્નર રેનર હેઝલોફે કહ્યું કે, 'મૃતકોની સંખ્યા બેથી વધીને પાંચ થઈ ગઈ છે અને 200થી વધુ લોકો ઘાયલ થયા છે.' ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝે કહ્યું કે, 'આમાંથી લગભગ 40 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને તેમની હાલત ગંભીર છે.'

પહેલા 11 લોકોના મોતનો દાવો કરાયો હતો... 

આ ઘટના બાદ પોલીસે કાર ચલાવનારા 50 વર્ષીય સાઉદી અરેબિયન ડોક્ટરની ધરપકડ કરી હતી. ઘટનાની જાણ થતાં સાઉદી અરેબિયાએ આ અકસ્માતની આકરી ટીકા કરી હતી. પહેલા એવા અહેવાલ હતા કે આ અકસ્માતમાં 11 લોકોના મોત થયા હતા. પરંતુ અધિકારીઓના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં પાંચ લોકોના મોત થયા છે.

મોટા અધિકારીએ આપી માહિતી 

સેક્સની-એન્હાલ્ટ રાજ્યના વડા રેનર હેસેલહોફે આ ઘટના વિશે જણાવ્યું હતું કે, 'કારચાલક વ્યક્તિ એક ડૉક્ટર છે જે બે દાયકાથી જર્મનીમાં કાયમી નિવાસી તરીકે રહે છે. આ એકમાત્ર ગુનેગાર છે અને શહેર માટે અન્ય કોઈ ખતરો નથી.'

કારમાંથી કોઈ વિસ્ફોટકો ન મળ્યા

પોલીસે વાહનમાં વિસ્ફોટકો હોવાની આશંકા વ્યક્ત કરી હતી, પરંતુ તપાસમાં કોઈ વિસ્ફોટક  મળી આવ્યા નહોતા. આ ભયાનક ઘટના સમયે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને બજારમાં પહોંચી પરિસ્થિતિને કાબૂમાં લીધી અને કારચાલક વ્યક્તિની ધરપકડ કરી હતી. સ્થાનિક વહીવટીતંત્રએ કહ્યું કે પોલીસે શંકાસ્પદ હુમલાખોરની ધરપકડ કરી લીધી છે. તે વ્યવસાયે ડોક્ટર છે અને સાઉદી અરેબિયાનો રહેવાસી હોવાનું કહેવાય છે. કારમાં તે એકલો હતો.


Google NewsGoogle News