Get The App

આ દેશમાં હવે ગાંજાના સેવન પર રોક નહીં: લોકો ઘરમાં છોડ પણ રાખી શકશે

Updated: Apr 2nd, 2024


Google NewsGoogle News
આ દેશમાં હવે ગાંજાના સેવન પર રોક નહીં: લોકો ઘરમાં છોડ પણ રાખી શકશે 1 - image
Image Pixabay 

Cannabis Become Legal In Germany : જર્મનીએ સોમવારે (એપ્રિલ 1) ગાંજાને કાયદેસર બનાવી દીધો છે. આ સાથે જ આ દેશ આખા ગાંજાને કાયદેસર બનાવનાર યુરોપનો પહેલો દેશ બની ગયો છે. જર્મનીના નવા કાયદા હેઠળ હવે 18 વર્ષથી વધુ ઉંમરના લોકો 25 ગ્રામ સુધી સૂકો ગાંજો લઈ જઈ શકશે. તેમજ લોકોને દેશમાં ગાંજાના છોડની ખેતી કરવાની પણ મંજૂરૂ પણ આપી દેવામાં આવી છે. દેશના કેટલાક વિરોધ પક્ષના નેતાઓ અને ચિકિત્સા સંગઠનોનો વિરોધ હોવા છતાં તેને કાયદેસર કરી દેવામાં આવ્યો છે. 

દેશમાં ખુશીનો માહોલ 

ગઈકાલ મધ્યરાત્રિએ જ્યારે આ કાયદો લાગૂ થયો તેની સાથે જ સેંકડો લોકો બર્લિનના બ્રાન્ડેનબર્ગ ગેટ પર પહોંચી ગયા હતા અને તેમાંથી કેટલાક લોકોએ નશીલા પદાર્થનું સેવન કરીને ઉજવણી કરી. 25 વર્ષના નિયાઝીએ કહ્યું કે હું ખૂબ જ ખુશ છું કે અમને હવે બીજી આઝાદી મળી ગઈ છે.

આગામી 1 જુલાઈથી દેશમાં કેનાબીસ ક્લબમાં કાયદેસર રીતે ગાંજો મળી રહેશે. દરેક ક્લબમાં આશરે 500 જેટલા સભ્યો હોય છે અને દરેક વ્યક્તિ 50 ગ્રામ ગાંજાનું વિતરણ કરી શકે છે. જર્મનીમાં હાલ કાયદો હોવા છતાં પણ ગાંજાનો ઉપયોગ વધી રહ્યો છે. 

આરોગ્ય નિષ્ણાતોએ ચિંતા વ્યક્ત કરી

નવા કાયદો લાગુ કરીને સરકાર કાળા બજારી રોકવા માંગે છે અને દૂષિત ગાંજાનું સેવન કરનારાઓને બચાવવા માંગે છે. જ્યાં આરોગ્ય સમૂહોએ ચિંતા વ્યક્ત કરી છે કે આ કાયદાથી યુવાનોમાં તેનો ઉપયોગ વધી શકે છે અને તેમના સ્વાસ્થ્યને નુકસાન પહોંચી શકે છે. દેશના સ્વાસ્થ્ય મંત્રી કાર્લ લોટરબેચે કહ્યું કે ગાંજાનું સેવન નુકસાનકારક હોઈ શકે છે. સરકારે આ કાયદાને લાગુ કરવાની સાથે સાથે તેના જોખમો વિશે જાગૃતિ ફેલાવવા માટે અનેક સહાયક અભિયાન ચલાવવાનું વચન આપ્યું છે. આ સિવાય સરકારે 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો, શાળાઓ અને રમતના મેદાનોથી 100 મીટરના અંતર સુધી ગાંજાનું સેવન કરવા પર પ્રતિબંધ મૂક્યો છે.


Google NewsGoogle News