Get The App

પેલેસ્ટાઇનમાં નરસંહાર નથી થતો, અમે સ્વરક્ષણ માટે હુમલા કર્યા છે : ઇઝરાયલ

Updated: Jan 14th, 2024


Google NewsGoogle News
પેલેસ્ટાઇનમાં નરસંહાર નથી થતો, અમે સ્વરક્ષણ માટે હુમલા કર્યા છે : ઇઝરાયલ 1 - image


- આંતરરાષ્ટ્રીય અદાલતમાં ઇઝરાયેલનો જવાબ

- હમાસ આતંકીઓએ બાલિકાઓ તથા વરિષ્ઠ મહિલાઓને પણ છોડી નથી : દ.આફ્રિકા દ્વારા લગાવાયેલા આરોપો પાખંડી છે

ધી હેગ (નેધરલેન્ડઝ) : પેલેસ્ટાઇનીઓના કરાઈ રહેલા નર સંહાર અંગે ઇઝરાયલ ઉપર દક્ષિણ આફ્રિકાએ કરેલા કેસના જવાબમાં ઇઝરાયેલે કહ્યું હતું કે વાસ્તવમાં તો હમાસ નરસંહાર માટે દોષિત છે અને દક્ષિણ આફ્રિકા દ્વારા મુકાયેલા આક્ષેપો પાખંડ પૂર્ણ છે.

ઇઝરાયલે વધુમાં જણાવ્યું કે ૭ ઓક્ટોબરે હમાસે દક્ષિણ વિસ્તારમાં કરેલા હુમલામાં ૧૨૦૦થી વધુ લોકોનાં મૃત્યુ થયાં હતાં, આશરે ૨૫૦ લોકોને તેણે બંદીવાન બનાવ્યાં હતાં, તેથી અમારે સ્વરક્ષણ માટે હુમલા કરવા પડયા છે, જે પૂર્ણત: ન્યાયયુક્ત જ છે.

આ સાથે હમાસ ઉપર વળતા પ્રહારો કરતાં ઇઝરાયલે કહ્યું હતું કે, તે હુમલામાં હમાસે ૮ વર્ષની બાળકીઓથી શરૂ કરી ૫૮ વર્ષની વરિષ્ઠ મહિલાઓ સુધી કોઇને છોડી ન હતી. તે સર્વે અમાનુષ બળાત્કારોની ભોગ બની હતી. તેથી તેના વળતા જવાબરૂપે અને સ્વરક્ષણ માટે અમારે હુમલા કરવા પડયા છે.

ઇઝરાયલે વધુમાં ત્યાં સુધી કહ્યું કે હમાસે પુરૂષો અને છોકરાઓ સાથે પણ અકુદરતી કૃત્યો કર્યાં હતાં.

આવી પરિસ્થિતિમાં હુમલો રોકવા માટે ઇઝરાયલને કહેવું તે તેનાં સ્વરક્ષણ રોકવાના પ્રયાસ બરાબર છે.

ઇઝરાયલ હમાસ યુદ્ધ અંગે કેટલાક નિરીક્ષકો ત્યાં સુધી કહે છે કે અમેરિકા અને પશ્ચિમના દેશો કદાચ બહારથી ઇઝરાયલને હુમલા ન કરવા કહેતા હશે પરંતુ અંદરખાનેથી તો તેઓ સમગ્ર ગાઝાપટ્ટી અને વેસ્ટ બેન્ક વિસ્તારમાંથી પેલેસ્ટાઇનીઓને સાફ કરી દેવા જ માગે છે. જેથી ઇઝરાયલ સંરક્ષિત બને તેમને ગાઝામાં મેડીટરેનિયનમાંથી ઉતરાણ કરવું સરળ બને.


Google NewsGoogle News