UNGAમાં ભારતનો પાક.ને જડબાતોડ જવાબ, કહ્યું પાકિસ્તાને આતંકની ફેક્ટરી બંધ કરવી જોઈએ

જમ્મુ-કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશ ભારતનો અભિન્ન અંગ છે : ભારત

Updated: Sep 23rd, 2023


Google NewsGoogle News
UNGAમાં ભારતનો પાક.ને જડબાતોડ જવાબ, કહ્યું પાકિસ્તાને આતંકની ફેક્ટરી બંધ કરવી જોઈએ 1 - image


India Reply To Pakistan In UNGA:  ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનના કાર્યવાહક વડાપ્રધાનના કાશ્મીરના મુદ્દા સામે જવાબી કાર્યવાહી કરી છે. ગઈકાલે સંયુક્ત રાષ્ટ્રમાં ભારતની ફર્સ્ટ સેક્રેટરી પેટલ ગેહલોતે(Petal Gahlot) પાકિસ્તાનને જડબાતોજ જવાબ આપતા કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશ ભારતનો અભિન્ન અંગ છે, પાકિસ્તાનને અમારા આંતરિક બાબતોમાં બોલવાનો કોઈ અધિકાર નથી.

ગઈકાલે પાકિસ્તાનના વડાપ્રધાને કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો

ગઈકાલે પાકિસ્તાનના કાર્યવાહક વડાપ્રધાન અનવર-ઉલ-હક કાકરે પોતાના ભાષણમાં કહ્યું હતું કે જમ્મુ અને કાશ્મીર મુદ્દો સંયુક્ત રાષ્ટ્રના એજન્ડામાં સૌથી લાંબા સમયથી રહેલો મુદ્દો છે. તેમણે કાશ્મીરને બંને દેશો વચ્ચે શાંતિની ચાવી ગણાવી હતી. ત્યારે હવે સંયુક્ત રાષ્ટ્રમાં ભારતની ફર્સ્ટ સેક્રેટરી પંખુડી ગેહલોતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપતા કહ્યું હતું કે POK તાત્કાલિક ખાલી કરે તેમજ પાકિસ્તાનને 26-11 હુમલાના ગુનેગારો સામે કાર્યવાહી કરે.

UNGAમાં ભારતના પ્રથમ સચિવે શું કહ્યું?

UN જનરલ એસેમ્બલીમાં ભારતના ફર્સ્ટ સેક્રેટરી પેટલ ગેહલોતે(Petal Gahlot) કહ્યું પાકિસ્તાન ભારત વિરુદ્ધ પાયાવિહોણા અને દૂષિત પ્રચાર ફેલાવવા માટે આ ફોરમનો દુરુપયોગ કરીને ટેવાયેલ અપરાધી બની રહ્યું છે. યુએનના સભ્ય દેશો અને અન્ય બહુપક્ષીય સંસ્થાઓ સારી રીતે જાણે છે કે પાકિસ્તાન આ બધું કરે છે. આ સિવાય તેણીએ કહ્યુ હતું કે પાકિસ્તાને આતંકવાદી ફેક્ટરી બંધ કરવી જોઈએ. આ ઉપરાંત તણીએ કહ્યું હતું કે જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખનો ભાગ ભારતનો અભિન્ન ભાગ છે અને તેમાં સામેલ તમામ મુદ્દાઓ ભારતની આંતરિક છે. પાકિસ્તાનને ભારતના આંતરિક બાબતોમાં બોલવાનો કોઈ અધિકાર નથી.

UNGA

Google NewsGoogle News