હવે ગાઝા પર ઈઝરાયેલના આક્રમણ કરતા પણ મોટો ખતરો તોળાઈ રહ્યો છે....

Updated: Oct 22nd, 2023


Google NewsGoogle News
હવે ગાઝા પર ઈઝરાયેલના આક્રમણ કરતા પણ મોટો ખતરો તોળાઈ રહ્યો છે.... 1 - image


Image Source: Twitter

તેલ અવીવ, તા. 22 ઓક્ટોબર 2023

હમાસના આતંકી હુમલા બાદ ઈઝરાયેલે ગાઝાની ચારે તરફથી નાકાબંધી કરીને તેના પર હવાઈ હુમલા શરુ કર્યા છે.

હવે ગાઝામાં રહેલા લાખો લોકો માટે ખાવા પીવાના ફાંફા પડી રહ્યા છે. શનિવારે ઈજિપ્તે પોતાની બોર્ડર ખોલીને રાહત માટેની 20 ટ્રક ગાઝામાં પહોંચાડી હતી પણ આ મદદ તો દરિયામાં એક ડોલ પાણી સમાન છે. કારણકે અહીંયા સામાન્ય માણસની જિંદગી થંભી ચુકી છે.

લોકો હવે બાળકોને સ્કૂલે મોકલી નથી રહ્યા પણ તેમને પાણીનુ રેશનિંગ શીખવાડી રહ્યા છે.

ઈઝરાયેલે ગાઝાના ઉત્તરી હિસ્સાને ખાલી કરવા માટે કહ્યુ છે અને અહીં રહેતા 11 લાખ લોકો પૈકી ઘણા આ વિસ્તાર છોડીને બીજે જતા રહ્યા છે. ઓક્સફેમના નામની એનજીઓનુ કહેવુ છે કે લોકો રસ્તા પર, દુકાનોમાં, કારોમાં અને મસ્જિદોમાં સુઈ રહ્યા છે. 200 ચોરસ મીટરના એપાર્ટમેન્ટમાં 100 લોકો આશરો લઈ રહ્યા હોય તેવી પણ સ્થિતિ છે.

ગાઝાના સુપરમાર્કેટોમાંથી સફાઈ માટેની વસ્તુઓ ગાયબ છે. સોલર પાવરથી પાણીને ફિલ્ટર કરતા પ્લાન્ટસની કિંમત બમણી થઈ ગઈ છે. યુએને પણ ચેતવણી આપેલી છે કે, જો તાત્કાલિક ગાઝામાં મદદ નહીં પહોંચી તો પાણી અને સાફ સફાઈના અભાવે કોલેરા તથા બીજી ઘાતક બીમારીઓ ફેલાવાની શક્યતા છે.

ઈઝરાયેલે ગાઝામાં પાણી અને વીજળી સપ્લાય પણ રોકેલો છે. બીજી તરફ ફ્યુલ સપ્લાય પણ પ્રભાવિત થયો હોવાથી ગાઝાની સ્થિતિ ભારે કફોડી બનેલી છે.



Google NewsGoogle News