Get The App

ગાઝાની સૌથી મોટી હોસ્પિટલમાં ફ્યુલ ખતમ, ઈન્ક્યુબેટરમાં બે બાળકોના મોત

Updated: Nov 12th, 2023


Google NewsGoogle News
ગાઝાની સૌથી મોટી હોસ્પિટલમાં ફ્યુલ ખતમ, ઈન્ક્યુબેટરમાં બે બાળકોના મોત 1 - image


Image Source: Twitter

ગાઝા, તા. 12 નવેમ્બર 2023

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા જંગમાં ઈઝરાયેલની સેનાએ હવે ગાઝાની સૌથી મોટી હોસ્પિટલમાંથી બાળકોને બહાર કાઢવા માટે તૈયારી બતાવી છે.

આ જ હોસ્પિટલમાં ફ્યુલના અભાવે ઈન્ક્યુબેટર બંધ પડી જવાથી બે નવજાત બાળકોના મોત થયા હોવાનો દાવો ગાઝાના અધિકારીએ કર્યો છે અને સાથે કહ્યુ છે કે, બીજા પણ ઘણા નવજાત બાળકો પર મોતનો ખતરો મંડરાઈ રહ્યો છે.

ગાઝાની અલ શિફા હોસ્પિટલમાં ફ્યુલના અભાવે ઘણા પ્રકારની સારવાર બંધ થઈ ગઈ છે અને તેના કારણે ઈન્ક્યુબેટરમાં મુકાયેલા નવજાત શિશુઓ પર ખતરો સર્જાયો છે.

બીજી તરફ હમાસે દાવો કર્યો છે કે, છેલ્લા 48 કલાકમાં અમે ઈઝરાયેલની આર્મીના 160 આશ્રય સ્થાનોનો ખાતમો બોલાવ્યો છે. જ્યારે ઈઝરાયેલે કબુલ્ય છે કે, ગાઝામાં ચાલી રહેલા ઓપરેશમાં વધુ પાંચ ઈઝરાયેલી સૈનિકોના મોત થયા છે અને ગ્રાઉન્ડ ઓપરેશન શરુ થયા બાદ 46 સૈનિકો કુલ મળીને માર્યા ગયા છે.

દરમિયાન ઈઝરાયેલી આર્મીએ ગાઝાની સૌથી મોટી અલ શિફા હોસ્પિટલને ઘેરી લીધી હોવાનો દાવો ગઈકાલે કર્યો હતો. ઈઝરાયેલનો દાવો છે કે, હમાસના લડાકુઓ આ હોસ્પિટલની નીચે પોતાનુ હેડક્વાર્ટર બનાવીને જંગ ચલાવી રહ્યા છે. તેઓ હોસ્પિટલના સ્ટાફને અને દર્દીઓને આગળ ધરી રહ્યા છે. સાથે સાથે અમે આ હોસ્પિટલના બાળ વિભાગમાંથી બાળકોને સુરક્ષિત બહાર કાઢવા માટે તૈયાર છે અને આ માટે અમે હોસ્પિટલના કર્મચારીઓને મદદ કરવા માટે ઓફર પણ કરી છે.


Google NewsGoogle News