ગાઝા પટી તો લગભગ પતી ગઈ છે : ઇઝરાયલે હવે વેસ્ટ બેન્ક પર કાળોકેર વરસાવવો શરૂ કર્યો છે
- વાત બહુ સ્પષ્ટ છે : ગાઝા વેસ્ટ બેન્કમાં આરબો જ નહીં રહે
- વેસ્ટ બેન્કના ઉત્તરના ભાગે આવેલું જેનીન શહેર પેલેસ્ટાઇનીઓનું મુખ્ય મથક હતું ત્યાં બુલ ડૉઝર્સ સાથે જ ઇઝરાયલી સૈન્ય ધસી ગયું
તેલ અવીવ, નવી દિલ્હી : ગાઝા પટીમાં લગભગ સફાયો કરી નાખી ઇઝરાયલે હવે વેસ્ટ બેન્ક ઉપર કાળો કેર વરસાવવો શરૂ કરી છે. વાસ્તવમાં ગાઝા પટી તેમજ વેસ્ટ બેન્ક બંને પેલેસ્ટાઇનીઓને ફાળવવામાં આવ્યાં હતાં. પરંતુ ૧૯૬૭નાં યુદ્ધમાં ઇઝરાયલે તે બંને વિસ્તારો ઉપર કબ્જો જમાવી દીધો છે ત્યાં રહેતા પેલેસ્ટાઇનીઓ (આરબો) સ્વાતંત્ર્ય સંગ્રામ આપે છે પરંતુ તેમણે ૭ ઓક્ટો.-૨૦૨૩ના દિને દક્ષિણ ઇઝરાયલ પર હુમલો કરી પરિસ્થિતિ ટોપ્સી ટર્વી કરી નાખી. ઇઝરાયલને બહાનું મળી ગયું આક્રમણ કરવાનું, ગાઝા પટ્ટીમાંથી તો તેણે પેલેસ્ટાઇનીઓ (આરબો)નો લગભગ સફાયો કરી. તેનાં તોપનાં નાળચાં હવે વેસ્ટ બેન્ક વિસ્તાર તરફ ફેરવ્યાં છે. તેના ઉત્તર ભાગે આવેલું જેજીન શહેર પેલેસ્ટાઇનીઓનું મથક હતું ત્યાં ઇઝરાયલ સૈન્ય બુલડોઝર્સ સાથે જ ધસી ગયું. કહેવાની જરૂરજ નથી કે પેલેસ્ટાઇની સૈનિકો પૈકી ઘણાનો ખાત્મો થઇ ગયો. ઘણા પર્વતોમાં ચાલ્યા ગયા. બુલડોઝરોએ મહત્ત્વનાં તમામ મકાનો તોડી નાખ્યાં તેટલું જ નહીં પરંતુ જેનીનના માર્ગો ખોદી નાખ્યા જેની તરફ જતા માર્ગો પણ ખોદી નાખ્યા. નવ દિવસ સુધી ચલાવેલા આ વિનાશ તાંડવ પછી ઇઝરાયલ સૈન્ય હવે જેનીન શહેરમાંથી બહાર નીકળી ગયું છે.
આ પૂર્વે સેંકડો સૈનિકોએ હેલિકોપ્ટરો અને ડ્રોન વિમાનોની સાથે ેજનીન ઉપર હુમલો કરી દીધો હતો. હજ્જારો નાગરિકો ઘરબાર વિહોણાં થઇ ગયાં હતાં. તેઓ અત્યારે રાહત છાવણીમાં આશ્રય લઇ રહ્યા છે.
આ નવ દિવસ ચલાવેલી કાર્યવાહી દરમિયાન ઇઝરાયલી દળોએ પેલેસ્ટાઇની યોદ્ધાઓ સાથે ગજબનું યુદ્ધ ચલાવ્યું હતું.
આ પેલેસ્ટાઇની નાગરિકો પણ શસ્ત્રો લઇ સામા થયા હતા તેમની સાથે હમાસ અને ઇસ્લામિક જેહાદીઓ તથા ફતાહ જૂથના યોદ્ધાઓ પણ જોડાયા હતા, પરંતુ તે બધાને ઇઝરાયલ સૈન્યે સંખ્યાબળ તેમજ આધુનિક શસ્ત્રોના આધારે પરાજિત કર્યા. તે પછી જેનીનમાં વિનાશનું તાંડવ ખેલી ખંડેર બનેલા શહેરમાંથી બહાર નીકળી ગયા.
નિરીક્ષકો તો સ્પષ્ટ કહે છે ઇઝરાયલની જેમ ગાઝા નેવી ગાઝા પટ્ટી તથા વેસ્ટ બેન્કમાંથી આરબો (પેલેસ્ટાઇનીઓ)ને જ દૂર કરવાની ઇઝરાયલની નેમ છે.