ઈઝરાયેલની એર સ્ટ્રાઇકમાં ગાઝા થયું ખેદાન-મેદાન, સેટેલાઈટ તસ્વીરોમાં દેખાયા ડરામણા દ્રશ્યો

હમાસ દ્વારા 200 થી વધુ લોકોને બંધક બનાવવામાં આવ્યા

Updated: Oct 27th, 2023


Google NewsGoogle News
ઈઝરાયેલની એર સ્ટ્રાઇકમાં ગાઝા થયું ખેદાન-મેદાન, સેટેલાઈટ તસ્વીરોમાં દેખાયા ડરામણા દ્રશ્યો 1 - image


Israel vs Hamas War | છેલ્લા 20 દિવસથી હમાસ અને ઈઝરાયેલ વચ્ચે ભયાનક યુદ્ધની પરિસ્થિતી સર્જાય છે. ઈઝરાયેલના જવાબી હુમલાના કારણે ત્યાંની ઈમારતો ધરાશાયી થઈ છે અને આજુબાજુનો વિસ્તાર ખંડેર બની ગયો છે. હવાઈ ​​હુમલા પહેલા અને પછી લેવામાં આવેલા સેટેલાઇટ ફોટામાં ઉત્તરી ગાઝામાં વિનાશના દ્રશ્યો સ્પષ્ટ દેખાય છે. ગાઝાની દુર્દશા મેક્સર ટેક્નોલોજીસ દ્વારા શનિવારે લેવામાં આવેલા ફોટોગ્રાફ્સમાં પ્રતિબિંબિત થાય છે. વિસ્તારમાં નિર્માણ પામેલ ઈમારતોમાંથી લગભગ અડધી ઈમારતોને ભારે નુકશાન થયું છે. 

હમાસ દ્વારા 200 થી વધુ લોકોને બંધક બનાવવામાં આવ્યા

સરહદ પારના હુમલા બાદ યુદ્ધ શરૂ થયું ત્યારથી ઇઝરાયેલે હજારો હવાઈ હુમલાઓ કર્યા છે. ઈઝરાયેલમાં અત્યાર સુધીમાં 1400 લોકોના મોત થયા છે. હમાસ દ્વારા 200 થી વધુ લોકોને બંધક બનાવવામાં આવ્યા છે. તે જ સમયે, પેલેસ્ટિનિયન આરોગ્ય અધિકારીઓનું કહેવું છે કે, ગાઝામાં 7,000 થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે.

250થી વધુ ઠેકાણે હવાઈ હુમલા 

અહેવાલ અનુસાર, ઇઝરાયેલના યુદ્ધ વિમાનોએ ગાઝા પટ્ટીમાં હમાસના 250થી વધુ લક્ષ્યાંકો પર હવાઈ હુમલા કર્યા હતા, જેમાં એક મસ્જિદની નજીક સ્થિત રોકેટ લોન્ચર સાઈટનો પણ સમાવેશ થાય છે. ઈઝરાયેલે હમાસના ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કમાન્ડ સેન્ટર્સ, ટનલ અને રોકેટ લોન્ચરને નિશાન બનાવ્યા હતા. 

હમાસે કર્યો મોટો દાવો - ઈઝરાયલના હવાઈ હુમલામાં 50 બંધકોએ પણ જીવ ગુમાવ્યાં 

બીજી બાજુ હમાસે દાવો કર્યો છે કે ઈઝરાયેલના હવાઈ હુમલામાં ગાઝામાં 50 બંધકોના મોત થયા છે. હમાસના સૈન્ય પ્રવક્તા અબુ ઓબેદાએ આ માહિતી આપી છે. દરમિયાન, એક અહેવાલ મુજબ ગાઝામાં 1600 લોકો ગુમ થયાની માહિતી મળી છે. તેમાં 900 બાળકો પણ  સામેલ છે. હવાઈ​હુમલામાં ધ્વસ્ત ઈમારતોમાં ઘણા લોકો દટાઈ જવાની આશંકા છે. તેની સામે આઇડીએફનું કહેવું છે કે અમે આ લોકોને કે પછી અમારા હુમલામાં બંધકોએ જીવ નથી ગુમાવ્યાં પરંતુ હમાસના આતંકીઓએ બંધકોને મારી નાખીને તેનો આરોપ અમારા પર મઢી દીધો છે. 


Google NewsGoogle News