'ગાઝામાં ઘૂસી તો જશો પણ..' અમેરિકાએ યુદ્ધ વખતે પોતે કરેલી ભૂલો ઈઝરાયલને જણાવી, આપી સલાહ

ઈઝરાયલે સરહદે 3 લાખથી વધુ સૈનિકો ગાઝાની સરહદે ખડક્યાં

નેતન્યાહૂની સરકાર એ વિચારી રહી છે કે ગાઝા પટ્ટીમાં ઘૂસવાના પરિણામો શું આવશે? અને આ વાપસી કેટલી સરળ હશે?

Updated: Oct 25th, 2023


Google NewsGoogle News
'ગાઝામાં ઘૂસી તો જશો પણ..' અમેરિકાએ યુદ્ધ વખતે પોતે કરેલી ભૂલો ઈઝરાયલને જણાવી, આપી સલાહ 1 - image

Israel vs Hamas War | ગાઝા પટ્ટીની (Gaza Strip) સરહદે ઈઝરાયલે 3 લાખ જેટલાં સૈનિકોનો ખડકલો સર્જી દીધો છે. તેમને ગાઝા પટ્ટીમાં ગ્રાઉન્ડ ઓપરેશન શરૂ કરવા માટે આદેશનો જ ઈન્તેજાર છે પણ ઈઝરાયલ સરકાર (Israel Government) હજુ ચિંતામાં ગરકાવ છે. ખરેખર નેતન્યાહૂની સરકાર (Benjamin Netanyahu) એ વિચારી રહી છે કે ગાઝા પટ્ટીમાં ઘૂસવાના પરિણામો શું આવશે? અને આ વાપસી કેટલી સરળ હશે? 

અમેરિકાએ કર્યા સૂચન 

દરમિયાન અમેરિકાએ (USA) ઈઝરાયલને નસીહત આપી કે ગાઝા પટ્ટીમાં ઘૂસતાં પહેલાં તેણે સારી રીતે વિચારી લેવું જોઈએ. તેના માટે અમેરિકાએ ઈરાક અને સીરિયામાં તેના સૈનિકોને ગ્રાઉન્ડ ઓપરેશન માટે મોકલવાનું ઉદાહરણ પણ આપ્યું છે. અમેરિકાએ કહ્યું કે ઈઝરાયલે ગાઝામાં ઘૂસતાં પહેલાં સેફ્ટી કોરિડોર અંગે વિચારી લેવું જોઈએ. 

અમેરિકાએ સીરિયા-ઈરાકમાં યુદ્ધ કર્યું હતું

ઈસ્લામિક સ્ટેટ સાથેના યુદ્ધમાં અમેરિકાએ તેના સૈનિકોને સીરિયા અને ઈરાકમાં ઉતાર્યા હતા. અમેરિકી રણનીતિકારો કહે છે કે અમારા સૈનિકો મોસુલ અને રક્કા જેવા શહેરોમાં ફસાઈ ગયા હતા. તેનું કારણ એ હતું કે આતંકીઓ નાગરિકોનો માનવઢાળ (હ્યુમન શીલ્ડ) તરીકે કરી રહ્યા હતા. અમેરિકી ડિફેન્સ મંત્રી લોયડ ઓસ્ટિન અને મિલિટ્રી નેતૃત્વનું કહેવું છે કે રક્કા અને મોસુલમાં મોટાપાયે નાગરિકોની જાનહાનિ થઈ હતી. આવું જ સંકટ હવે ગાઝામાં પણ ઊભું થઈ શકે છે. 

ઈઝરાયલને આપી ચેતવણી 

પેંટાગોનના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ પેટ રાઈડરે કહ્યું કે ઈઝરાયલી અધિકારીઓ સાથેની વાતચીતમાં અમે સ્પષ્ટતા કરી દીધી છે કે તેમણે વિચારવું જોઈએ કે નાગરિકોને નુકસાન ન થાય. તેણે ગ્રાઉન્ડ ઓપરેશન પહેલાં વિચારવું પડશે કે નાગરિકોને નુકસાન ઓછું થાય. તેના માટે સેફ્ટી કોરિડોર વિશે પણ વિચારવું પડશે. ઈરાકના મોસુલમાં 8 મહિના સુધી યુદ્ધ ચાલ્યું. તેમાં 10 હજાર લોકો માર્યા ગયા જેમાં 3200થી વધુ નાગરિકો હવાઈ હુમલા અને મોટરા હુમલામાં માર્યા ગયા હતા. 

 ગાઝા પટ્ટીની વસતી 11 લાખ 

ઉલ્લેખનીય છે કે ગાઝા પટ્ટીની વસતી 11 લાખથી વધુ છે અને મોટી સંખ્યામાં લોકો હિજરત કરી ચૂક્યા છે. તેમ છતાં ગીચ વસતીવાળા વિસ્તારોમાં હજુ ઘણાં લોકો વસવાટ કરી રહ્યા છે. અહીં હમાસના ઠેકાણા પણ છે અને જો ઈઝરાયલી સૈન્ય ઘૂસશે તો સામાન્ય નાગરિકોને હ્યુમન શીલ્ડ બનાવવામાં આવી શકે છે. ત્યારે સ્થિતિ જટિલ બનશે. એટલા માટે ઉતાવળે એન્ટ્રી કરવાનું ન વિચારે. 

'ગાઝામાં ઘૂસી તો જશો પણ..' અમેરિકાએ યુદ્ધ વખતે પોતે કરેલી ભૂલો ઈઝરાયલને જણાવી, આપી સલાહ 2 - image


Google NewsGoogle News