જો હમાસ બંધકોને છોડી દે તો ગાઝામાં આવતીકાલે જ યુદ્ધ વિરામ થઇ જશે : બાયડેન

Updated: May 12th, 2024


Google NewsGoogle News
જો હમાસ બંધકોને છોડી દે તો ગાઝામાં આવતીકાલે જ યુદ્ધ વિરામ થઇ જશે : બાયડેન 1 - image


આ પૂર્વ બાયડેને ઇઝરાયલને એવી પણ ધમકી આપી હતી કે જો તે રફાહ ઉપર હુમલો કરશે તો અમેરિકા તેને શસ્ત્ર સહાય બંધ કરશે

વોશિંગ્ટન: પ્રમુખ જો બાયડેને કહ્યું હતું કે હમાસ જો બંધકોને મુક્ત કરે તો ગાઝામાં યુદ્ધ વિરામ આવતીકાલે જ થઇ શકે. શીયાટલમાં ફંડ રેઝિંગ મીટીંગ સમયે શનિવારે પોતાના ૧૦૦ જેટલા સમર્થકો સમક્ષ આપેલાં વક્તવ્યમાં જો બાયેડને આ પ્રમાણે જણાવ્યું હતું.

આ પૂર્વે શુક્રવારે પ્રમુખ બાયડેને આ પ્રકારની ત્રણ મીટીંગો દરમિયાન આ મુદ્દો ઉઠાવ્યો ન હતો. પરંતુ શનિવારનાં તે વક્તવ્યમાં પ્રમુખે ગાઝા યુદ્ધ અંગે પોતાનું સ્પષ્ટ વલણ દર્શાવી આપ્યું હતું.

ગયા બુધવારે તેઓએ રફાહ ઉપર હુમલો નહીં કરવા ઇઝરાયલને જણાવ્યું હતું. કારણ કે આ નાના એવાં શહેરમાં ૧ લાખથી વધુ નાગરિકો આશ્રય લઇ રહ્યા છે. જો તેની ઉપર વાયુ માર્ગે અને જમીન માર્ગે હુમલો કરવામાં આવે તો, અસંખ્ય નિર્દોષ નાગરિકો માર્યા જવાનો સંભવ જોતાં જો બાયેડને ઇઝરાયલને શસ્ત્ર સહાય કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. સીએનએનને આપેલી મુલાકાતમાં તેમણે કહ્યું હતું કે જો તેઓ રફાહમાં જશે તો તેમને હજી સુધીમાં અપાઈ રહેલાં શસ્ત્રોની જેમ ફરી શસ્ત્રો આપવામાં નહીં આવે.

તે સર્વવિદિત છે કે આડકતરી રીતે ચાલેલી મંત્રણાઓના કેટલાયે દોર થયા હોવા છતાં હમાસ ઇઝરાયલ યુદ્ધ વિરામ અંગે નિશ્ચિત પરિણામ આવી શક્યાં નથી. ગાઝા યુદ્ધનો પ્રારંભ ૭ ઓક્ટો. ૨૦૨૩ના દિને દક્ષિણ ઇઝરાયલ ઉપર હમાસે હુમલો કરી ૧૭૦ના જાન લીધા હતા અને ૨૫૦ના અપહરણ કર્યાં હતાં તેથી થયો. તેના વળતા પ્રહારમાં ઇઝરાયલે સ્થળ અને આકાશ માર્ગે હમાસ ઉપર હુમલો કરતાં ૩૪,૯૭૧ના જાન ગયા છે તેમ પેલેસ્ટાઇનનાં આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.


Google NewsGoogle News